ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Election 2024: ચૂંટણી પંચે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરીની તારીખો બદલી

Election 2024: લોકસભા (Lok Sabha Election 2024) અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના એક દિવસ બાદ ચૂંટણી પંચે ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ચૂંટણી કાર્યક્રમમાં ફેરફાર કરતાં પંચે કહ્યું કે હવે બંને રાજ્યોમાં મતગણતરી 4 જૂનને બદલે...
07:12 PM Mar 17, 2024 IST | Aviraj Bagda
Election Commission, Lok Sabha Election 2024, Election 2024

Election 2024: લોકસભા (Lok Sabha Election 2024) અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના એક દિવસ બાદ ચૂંટણી પંચે ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ચૂંટણી કાર્યક્રમમાં ફેરફાર કરતાં પંચે કહ્યું કે હવે બંને રાજ્યોમાં મતગણતરી 4 જૂનને બદલે 2 જૂને થશે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે ચૂંટણી પંચે (Election Commission) જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 7 તબક્કામાં શરૂ થશે.

Election 2024

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં પરિણામો ક્યારે આવશે?

જોકે ચૂંટણી પંચે (Election Commission) જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે અગાઉ જાહેરાત કરી હતી કે બંને વિધાનસભા ચૂંટણીઓમાં પડેલા મતોની ગણતરી 4 જૂને લોકસભા ચૂંટણીના મતો સાથે કરવામાં આવશે. પરંતુ બંને એસેમ્બલીનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો હોવાથી તારીખ આગળ વધારવામાં આવી છે.

ચૂંટણી પંચે (Election Commission) કહ્યું કે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના સંસદીય મતવિસ્તારોના સમયપત્રકના સંદર્ભમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સંસદીય ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે.

આ પણ વાંચો: Noida Police Arrest Elvish Yadav: એલ્વિશ યાદવની થઈ ધરપકડ, નોઈડા રેવ પાર્ટી કેસમાં એક્શન લીધા

આ પણ વાંચો: Electoral Bonds Data :ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા જાહેર કર્યો, જાણો ભાજપ-કોંગ્રેસ સહિત કોને કેટલું ડોનેશન મળ્યું…

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને ED એ 9 મી વખત મોકલ્યું સમન્સ, વાંચો અહેવાલ

Tags :
Election 2024Election CommissionLok Sabha Election 2024Lok-Sabha-election
Next Article