Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Election 2024: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 29 મામલતદારો સહિત 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી

Election 2024: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈએ અત્યારે ગુજરાતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા વહીવટી જગ્યાઓમાં બદલીઓના આદેશ કરી દેવામાં આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે સરકારે રાજ્યના 29 જેટલા મામલતદારોની બદલીના...
12:08 AM Jan 30, 2024 IST | VIMAL PRAJAPATI
Election 2024

Election 2024: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈએ અત્યારે ગુજરાતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા વહીવટી જગ્યાઓમાં બદલીઓના આદેશ કરી દેવામાં આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે સરકારે રાજ્યના 29 જેટલા મામલતદારોની બદલીના આદેશ જાહેર કરી દીધા છે. અત્યારે મળતી વિગતો પ્રમાણે રાજ્યના કુલ 38 જેટલા ડેપ્યુટી કલેકટરોની પણ બદલી કરવામાં આવી છે.

29 મામલતદારોની બદલીનો આદેશ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, ગેસ કેડરના 12 પ્રોબેશનલ અધિકારીઓને મહેસુલ વિભાગમાં નિમણૂક પણ અપાઈ છે. 2024ની લોકસભા (Election 2024)ની ચૂંટણી યોજાય તે પહેલા રાજ્ય સરકારમાં વિવિધ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સરકાર દ્વારા 29 મામલતદારોની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય 38 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, આગામી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવામાં આવી શકે છે.

ડેપ્યુટી કલેક્ટરની બદલીનું લીસ્ટ

મામલતદારોની બદલીનું લીસ્ટ

2024 માં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે માર્ચ 2024 માં ચૂંટણી (Election 2024)નો કાર્યક્રમ જાહેર થવાની શક્યતાઓ છે. પરંતુ તે પહેલા રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે જ 29 મામલતદાર અને 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે. આમ તો, જેમણે એક જગ્યાએ ત્રણ વર્ષ કરતા વધુ સમય માટે પોતાની ફરજ બજાવી હોય તેવા અધિકારીઓની બદલી સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે.  જ્યારે પણ ચૂંટણી યોજાવાની હોય તે પહેલા આવા નિર્ણયો લેવામાં આવતા હોય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: ધારાસભ્ય સંગીતા પાટીલના મત વિસ્તારમાં હલ્દી કંકુ કાર્યક્રમમાં નારી શક્તિનું દર્શન

આ પણ વાંચો: Budget 2024: શું જૂની ટેક્સ વ્યવસ્થામાં બદલાવ આવશે? કોને મળશે કેટલી રાહત?

Tags :
Election 2024Gujarati Newsgujarati news todayLok Sabha Election 2024loksabha election 2024
Next Article