Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Egypt President: ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર અલ-સીસી ચૂંટાયા, જાણો કેમ થઈ પસંદગી?

ઇજિપ્તના (Egypt) નવા રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર અબ્દેલ ફતહ અલ-સીસીની પસંદગી કરવામાં આવી છે. નેશનલ ઇલેક્શન ઑથોરિટીએ સોમવારે આ મામલે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીને ચૂંટણીમાં 89.6 ટકા વોટ મળ્યા છે. તેઓ સતત ત્રીજી વખત કાર્યકાળ માટે 6...
egypt president  ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર અલ સીસી ચૂંટાયા  જાણો કેમ થઈ પસંદગી

ઇજિપ્તના (Egypt) નવા રાષ્ટ્રપતિ તરીકે ફરી એકવાર અબ્દેલ ફતહ અલ-સીસીની પસંદગી કરવામાં આવી છે. નેશનલ ઇલેક્શન ઑથોરિટીએ સોમવારે આ મામલે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીને ચૂંટણીમાં 89.6 ટકા વોટ મળ્યા છે. તેઓ સતત ત્રીજી વખત કાર્યકાળ માટે 6 વર્ષ સુધી સત્તા પર રહેશે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, રાષ્ટ્રપતિ અલ-સીસીને ચૂંટણીમાં કોઈ મોટો પડકારનો સામનો કરવો પડ્યો નહોતો. ઇજિપ્તની ધીમી અર્થવ્યવસ્થાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ, ગાઝામાં યુદ્ધ શરૂ થતા રાષ્ટ્રપતિને લોકોના રોષ સામે ચૂંટણી જીતવામાં મદદ મળી. કેટલાક મતદાતાઓએ સ્પષ્ટ કહ્યું કે, ગાઝામાં યુદ્ધના કારણે તેમણે ફરીથી રાષ્ટ્રપતિ અલ-સીસીને વોટ આપ્યો હતો. આનાથી હિંસા પ્રભાવિત વિસ્તારમાં દેશની સ્થિરતાને બળ મળ્યો છે.

ઇજિપ્તમાં 10-12 ડિસેમ્બરે યોજાઈ હતી ચૂંટણી

Advertisement

જણાવી દઈએ કે, ઇજિપ્તમાં 10-12 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 66.8 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અલ-સીસી સિવાય અન્ય કોઈ પણ ઉમેદવાર હાઈ પ્રોફાઇલવાળું નહોતું. રાષ્ટ્રપતિ બનતા પહેલા અલ-સીસી પૂર્વ જનરલ પણ રહ્યા હતા. અગાઉ વર્ષ 2014 અને 2018માં રાષ્ટ્રપતિ તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલની આર્થિક સ્થિતિ કથળી! PM નેતન્યાહુએ કહ્યું- આ મોટો પડકાર..!

Advertisement

Tags :
Advertisement

.