NAFED : ચૂંટણી બિન હરીફ કરાવવા સહકારી નેતાઓના પ્રયાસ
NAFED ચૂંટણી બિન હરીફ કરાવવા સહકારી નેતાઓના પ્રયાસ થઇ રહ્યા છે. ઉમેદવાર અમરત દેસાઈએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની જાહેરાત કરી છે અને હવે મોહન કુંડારિયા સહિત 4 લોકો 1 બેઠક માટે રેસમાં રહે તેવી સંભાવના છે. મોહન કુંડારીયા હવે સત્તાવાર ઉમેદવાર છે અને મોહન કુંડારિયાને ટેલિફોનિક જાણ પણ કરાઈ છે.
ડિરેક્ટર પદે મોહન કુંડારિયાનું નામ ફાઇનલ
નાફેડમાં ડિરેક્ટરની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ડિરેક્ટર પદે મોહન કુંડારિયાનું નામ ફાઇનલ થઈ શકે છે તેવો સહકારી સેલના સૂત્રોએ દાવો કર્યો છે. બાકીના ઉમેદવાર ફોર્મ પાછું ખેચે તેવી શક્યતા છે.
આગામી તારીખ 21ના રોજ એક સાધારણ સભા
ઉલ્લેખિય છે કે દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે 'નાફેડ'ની આગામી તારીખ 21ના રોજ એક સાધારણ સભા અને જરુર પડ્યે ચૂંટણી યોજાશે જેમાં હવે મોહન કુંડારિયા સહિત 4 લોકો 1 બેઠક માટે રેસમાં રહે તેવી સંભાવના છે.
આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચાય બાદ ચિત્ર સ્પષ્ટ
ઇફકોની જેમ ગુજરાતની આ એક બેઠકમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે અને 210થી વધુ મતદારો મોરબી અને સૌરાષ્ટ્રના છે. ઉલ્લેખનિય છે કે
ઇફકોમાં પ્રદેશ ભાજપે મેન્ડેટ આપેલો હતો પણ નાફેડમાં હજુ મેન્ડેટની અવઢવ છે. નાફેડની આ ચૂંટણી માં જયેશ રાદડિયાનો મતદારો પર હોલ્ટ છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચાય બાદ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
આ પણ વાંચો------ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બંધ બારણે યોજી બેઠક
આ પણ વાંચો----- Raghavji Patel : કમોસમી વરસાદથી પાકને નુકસાન, કૃષિમંત્રીએ આપ્યા આ આદેશ
આ પણ વાંચો---- Amreli : અભિવાદન કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો હુંકાર, પરશોત્તમ રૂપાલાનો રમૂજ અંદાજ અને નીતિન પટેલે કર્યાં વખાણ