Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ED Raids : સનરાઈઝ એશિયનની ઓફિસ પર દરોડા

સુરતની સનરાઈઝ એશિયનની ઓફિસ પર EDના દરોડા સુરત શહેરમાં સાત જગ્યા પર દરોડા પાડી હાથ ધરી તપાસ કંપનીની ઓફિસ ઉપરાંત કંપનીના સંચાલકોના ઘરે તપાસ શેર બજારમાં ઉથલપાથલ કરી નફો કરતી કંપની સામે કાર્યવાહી સેબીએ જાણ કરતા સુરત, મુંબઈ, દિલ્હીમાં...
ed raids   સનરાઈઝ એશિયનની ઓફિસ પર દરોડા
  • સુરતની સનરાઈઝ એશિયનની ઓફિસ પર EDના દરોડા
  • સુરત શહેરમાં સાત જગ્યા પર દરોડા પાડી હાથ ધરી તપાસ
  • કંપનીની ઓફિસ ઉપરાંત કંપનીના સંચાલકોના ઘરે તપાસ
  • શેર બજારમાં ઉથલપાથલ કરી નફો કરતી કંપની સામે કાર્યવાહી
  • સેબીએ જાણ કરતા સુરત, મુંબઈ, દિલ્હીમાં દરોડાની કાર્યવાહી

ED Raids : સુરતની સનરાઈઝ એશિયનની ઓફિસ પર ED (ED Raids ) એ દરોડા પાડીને ઉંડી તપાસ શરુ કરી છે. સુરત શહેરમાં અલગ અલગ સાત જગ્યા પર દરોડા પાડી તપાસ કરવામાં આવી રહી છે. કંપનીની ઓફિસ ઉપરાંત કંપનીના સંચાલકોના ઘરે તપાસ ચાલી રહી છે.

Advertisement

ED દ્વારા તમામ જગ્યાઓ પર બે દિવસથી સતત તપાસ

મળી રહેલી માહિતી મુજબ શેર બજારમાં ઉથલપાથલ કરી નફો કરતી કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સનરાઈઝ એશિયનની ઓફિસ પર EDએ દરોડા પાડ્યા છે. ED દ્વારા તમામ જગ્યાઓ પર બે દિવસથી સતત તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો----Surat: પરવાના વગર આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર તંત્રના દરોડા, લાખોનો મદ્દામાલ જપ્ત

Advertisement

સુરત, મુંબઈ, દિલ્હીમાં દરોડાની કાર્યવાહી

સેબીએ આ મામલે જાણ કરતા સુરત, મુંબઈ, દિલ્હીમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ કંપનીની બેલેન્સ શીટમાં ખોટા વ્યવહારો હોવાની વિગત મળી છે. આઈસ વર્થ રિયાલિટી LLP અને અન્ય કંપની પર દરોડાની કાર્યવાહી કરાઇ છે.
તપાસમાં અનેક પ્રકારની ગેરરિતી મળી આવી છે.

Advertisement

ધાર્યા કરતા વધુ નફો બતાવી શેરને ઊંચી રકમ સુધી લઈ જવામાં આવતો

ધાર્યા કરતા વધુ નફો બતાવી શેરને ઊંચી રકમ સુધી લઈ જવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ત્યારબાદ અચાનક શેરને નીચે લઈ આવી લોકોના કરોડો રૂપિયાનું ધોવાણ કરવામાં આવતું હતું જે બાબત સેબીના અધિકારીઓના ધ્યાને આવી હતી. સુરત મુંબઈ અને દિલ્હી ની ઓફિસે દરોડા પાડી 38.57 કરોડની મિલકત સિઝ કરાઇ છે. ડિજિટલ ડિવાઇસની સાથે દસ્તાવેજ પણ જપ્ત કરાયા હતા. કંપની હીરા ઉપરાંત અન્ય વ્યવસાય સાથે જોડાયેલ હોવાનું પ્રોફાઈલ પર દર્શાવાયું છે.

આ પણ વાંચો----Surat: ભોળી જનતાને લૂંટતો વધુ એક વહીવટદાર ઝડપાયો, માંગી હતી 42,500 ની લાંચ

Tags :
Advertisement

.