Web Gaming App Scam : ગુજરાત સહિત 14 સ્થળે EDના દરોડા
વેબ ગેમિંગ એપ કૌભાંડમાં EDના દરોડા
ગુજરાત સહિત 14 સ્થળે ત્રાટકી EDની ટીમ
અમદાવાદ, કચ્છ, નવસારી, દિલ્હીમાં દરોડા
ધનીદાતા એપ કૌભાંડમાં EDની કાર્યવાહી
દરોડામાં અનેક મોબાઈલ, દસ્તાવેજ જપ્ત
કૌભાંડ અંગે ગુજરાત પોલીસે નોંધી છે ફરિયાદ
હજારો લોકોના કરોડો રૂપિયા અટવાયા છે
વેબ ગેમિંગ એપ કૌભાંડમાં ED એ ગુજરાત સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા છે. દરોડામાં અનેક મોબાઇલ અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે.
ગુજરાતમાં અમદાવાદ, નવસારી, કચ્છ સહિતના સ્થળો પર તપાસ
વેબ ગેમિંગ એપ કૌભાંડમાં ED દેશભરમાં ઉંડી તપાસ કરી રહી છે જેમાં આજે ગુજરાત સહિત 14 સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અમદાવાદ, નવસારી, કચ્છ સહિતના સ્થળો પર તપાસ ચાલી રહી છે.
ધનીદાતા એપ કૌંભાંડમાં ઇડી દ્વારા આ તપાસ
સુત્રોએ કહ્યું કે ધનીદાતા એપ કૌંભાંડમાં ઇડી દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં મોબાઇલ, લેપટોપ અને અન્ય મહત્વના દસ્તાવેજો કબજે કરાયા છે. ઉલ્લેખનિય છે કે આ કૌંભાંડ અંગે ગુજરાત પોલીસે પણ ફરિયાદ નોંધી છે અને પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં હજારો લોકોના રુપિયા સલવાઇ ગયા છે
એપ્લિકેશન 1 વર્ષમાં બંધ
સુત્રોએ કહ્યું કે 2021માં શરુ થયેલી આ એપ્લિકેશન 2022માં બંધ થઇ ગઇ હતી અને ત્યાર બાદ આ કૌભાંડ બહાર આવ્યું છે.
આ પણ વાંચો----NEPAL EARTHQUAKE : નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું : PM MODI