ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'Eco Sensitive Zone' સામે હલ્લાબોલ! તાલાલામાં હજારો મહિલા, ખેડૂતોની 'મહારેલી', મેંદરડામાં 'મહાસભા'

ગીર સોમનાથમાં Eco Sensitive Zone નો પૂરજોર વિરોધ તાલાલાનાં માર્કેટિંગ યાર્ડમાં મહિલાઓ, ખેડૂતો જોડાયા મમલતદાર કચેરી સુધી મહારેલી, આવેદન આપશે મેંદરડામાં મહાસભા, લેઉવા પટેલ સમાજ પણ જોડાયો ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં 'ઈકો સેન્સિટિવ ઝોન' નાં (Eco Sensitive Zone)...
12:28 PM Oct 08, 2024 IST | Vipul Sen
  1. ગીર સોમનાથમાં Eco Sensitive Zone નો પૂરજોર વિરોધ
  2. તાલાલાનાં માર્કેટિંગ યાર્ડમાં મહિલાઓ, ખેડૂતો જોડાયા
  3. મમલતદાર કચેરી સુધી મહારેલી, આવેદન આપશે
  4. મેંદરડામાં મહાસભા, લેઉવા પટેલ સમાજ પણ જોડાયો

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં 'ઈકો સેન્સિટિવ ઝોન' નાં (Eco Sensitive Zone) સરકારનાં નિર્ણય સામે ઊગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) આજે મામલતદારને આવેદન આપશે. આથી, મોટી સંખ્યામાં ગીરનાં ખેડૂતો તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ભેગા થયા છે. સાથે જ મહિલાઓ પણ મોટી સંખ્યામાં પહોંચી છે. જ્યારે, જૂનાગઢનાં (Junagadh) મેંદરડામાં ખેડૂતોએ વિવિધ બેનરો મહાસભા યોજી હતી. તાલાલામાં લેઉવા પટેલ સમાજ પણ આ વિરોધમાં સામેલ થયો છે.

આ પણ વાંચો - GangRape : નરાધમો હાલ પણ ફરાર, પકડવા માટે AI નો ઉપયોગ, માહિતી આપનારને લાખોનું ઇનામ!

મહિલા, ખેડૂતોની મહારેલી, મામલતદારને આવદેન આપશે

ગીર સોમનાથ જિલ્લામાં 'ઈકો સેન્સિટિવ ઝોન' નાં (Eco Sensitive Zone) નિર્ણયનો પૂરજોર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવશે. આથી, તાલાલાનાં માર્કેટિંગ યાર્ડ (Talala Marketing Yard) ખાતે મોટી સંખ્યામાં ગીરનાં ખેડૂતો અને ગ્રામ્ય મહિલાઓ એકત્ર થયા છે. તમામ લોકો માર્કેટિંગ યાર્ડથી ચાલીને તાલાલા મામલતદાર કચેરીએ પહોંચશે અને ઇકો સેન્સિટિવ ઝોનનો નિર્ણય પરત લેવાની માગ સાથે આવેદન આપશે. ખેડૂતોનો દાવો છે કે ઇકો સેન્સિટિવ ઝોનથી (Eco Sensitive Zone) તેમને ભારે નુકસાન થશે.

આ પણ વાંચો - Gandhinagar : BJP નાં તમામ ધારાસભ્યો, સાંસદોને અચાનક કમલમનું તેડું! CR પાટીલ સાથે બેઠક

મેંદરડામાં મહાસભા, લેઉવા પટેલ સમાજ પણ જોડાયો

બીજી તરફ જૂનાગઢનાં મેંદરડામાં (Mendara) પણ ખેડૂતો દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંબેડકર ચોક ખાતે યોજાનાર આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ સભામાં સ્થાનિક નેતાઓ પણ ખેડૂતોની સાથે વિરોધમાં જોડાયા હતા. સભામાં 'ઇકો ઝોન હટાવો ગામડા બચાવો' નાં બેનરો સાથે ઇકો ઝોન કાયદાનો વિરોધ કરાયો હતો. ઉપરાંત, આ વિરોધમાં લેઉવા પટેલ સમાજ (Leuva Patel Samaj) પણ જોડાયો છે. તાલાલા ખાતે ગરબીમાં વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 'હે અંબે માં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપે' તેવા બેનરો લાગ્યા હતા.ટ

આ પણ વાંચો - Aravalli : રામપુરી ગામે મોડી રાતે ઘરમાં સૂતી હતી મહિલા, અચાનક આવ્યો અજાણ્યો શખ્સ અને...!

Tags :
Bharatiya Kisan SanghBJPCCFCongressEco Sensitive ZoneFarmersGir Somnath Kisan SanghGir-SomnathGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJunagadhJunagadh Kisan SanghLatest Gujarati NewsLeuva Patel SamajMamlatdar officeMendaraNavratri 2024TalalaTalala Marketing Yard
Next Article