Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Earthquake : ચિલીમાં ભયાનક ભૂકંપ, 7 દેશો હચમચી ગયા

Earthquake : દક્ષિણ અમેરિકા ખંડના દેશ ચિલીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. ચિલી-આર્જેન્ટિના સરહદી વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી. આ ભૂકંપની માહિતી યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે દ્વારા આપવામાં આવી છે. USGS એ અહેવાલ...
earthquake   ચિલીમાં ભયાનક ભૂકંપ  7 દેશો હચમચી ગયા

Earthquake : દક્ષિણ અમેરિકા ખંડના દેશ ચિલીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. ચિલી-આર્જેન્ટિના સરહદી વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી. આ ભૂકંપની માહિતી યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે દ્વારા આપવામાં આવી છે. USGS એ અહેવાલ આપ્યો છે કે આ ભૂકંપના આંચકા ચિલીના એન્ટોફાગાસ્તામાં અનુભવાયા હતા. યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપથી આર્જેન્ટિના સહિત 7 દેશોને હચમચાવી દીધા હતા. વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભૂકંપ સેન પેડ્રો ડી અટાકામા શહેરથી 41 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

Advertisement

ચિલીમાં ભૂકંપથી લોકોઓમાં ડરનો માહોલ

આખી દુનિયામાં ભૂકંપના કિસ્સાઓ વધી રહ્યા છે અને આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી. દરરોજ વિશ્વમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપ આવે છે. આજે, 19 જુલાઈ, શુક્રવારના રોજ ચિલીમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 હતી. આ ધરતીકંપ ખૂબ જ મજબૂત હતો અને સાન પેડ્રો ડી અટાકામાથી 45 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર, ચિલીમાં આ ભૂકંપ 18મી જુલાઈની રાત્રે આવ્યો હતો, પરંતુ ભારતીય સમય અનુસાર, ચિલીમાં આજના ભૂકંપનો સમય સવારે 7.20 વાગ્યાનો હતો. આ ભૂકંપના આંચકા બોલિવિયા અને પેરાગ્વે સુધી અનુભવાયા હતા, જેનું કેન્દ્ર એન્ટોફાગાસ્તા શહેરથી 265 કિલોમીટર દૂર જમીનથી 128 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. જો કે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી અને સુનામી કે જ્વાળામુખી ફાટવાની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, પરંતુ લોકોમાં ડરનો માહોલ છે.

Advertisement

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું ?

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આંચકા એટલા જોરદાર હતા કે ઈમારતો ધ્રૂજવા લાગી હતી. દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યા હતા. લોકોમાં ડર છે કે જો ફરીથી ભૂકંપ આવશે તો શું થશે? ચિલીની સરકારે NDRF, પોલીસ અને બચાવ ટીમને સતર્ક રહેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ચિલીમાં મોડી રાત્રે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે લોકો ડરી ગયા હતા. આ દરમિયાન ઘણા લોકો સૂતા હતા અને ભૂકંપના કારણે જાગી ગયા હતા. ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભૂકંપના કારણે અનેક મકાનો અને ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં તેના આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સામે આવી નથી.

ચિલીમાં અગાઉ પણ ભૂકંપ આવી ચૂક્યા છે

AFPના અહેવાલ મુજબ, ચિલીમાં વારંવાર ભૂકંપ આવે છે, કારણ કે આ દેશ પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, તેથી આ દેશમાં જ્વાળામુખી ફાટતા રહે છે. 29 જૂને, ચિલીમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 5 થી વધુ હતી. જાન્યુઆરીમાં પણ ચિલીમાં ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા 5થી વધુ હતી. આ પહેલા વર્ષ 2010માં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પછી એક વિશાળ સુનામી આવી હતી, જેના કારણે 500થી વધુ લોકો માર્યા ગયા હતા. વર્ષ 1960માં ચિલીમાં જ 9.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 1965માં 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 400 લોકો માર્યા ગયા હતા. 1971માં 7.5ની તીવ્રતાના ભૂકંપમાં 90 લોકો માર્યા ગયા હતા. 1985માં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 177 લોકોના મોત થયા હતા. આ પછી 1998માં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Uttarakhand Rains:પિથોરાગઢમાં ભારે વરસાદને કારણે બ્રિજ ધરાશાયી, 70 પરિવારોનો સંપર્ક વિહોણા

આ પણ વાંચો - દેશભરના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ

Tags :
Advertisement

.