ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી, એક જ રાતમાં 80 થી વધુ ઝટકા અનુભવાયા
Earthquake : ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી (Land of Taiwan) ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જણાવી દઇએ કે, તાઈવાનના હુઆલીન શહેર નજીક 6.3ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake of Magnitude 6.3) અનુભવાયો છે. સોમવારે માત્ર 9 મિનિટની અંદર પૂર્વી તાઈવાનના શૌફેંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્ટીમાં પાંચ વખત તીવ્ર ભૂકંપના ઝટકા (Strong Earthquake) અનુભવાયા હતા. વળી એવા પણ અહેવાલ છે કે, અહીં રાત્રિ દરમિયાન 80 થી વધુ ભૂકંપ (Earthquake) ના આંચકા આવ્યા હતા જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.
તાઇવાનના પૂર્વ કિનારે 80 થી વધુ ભૂકંપ અનુભવાયા
ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, સોમવારે રાત દરમિયાન 80થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 6.3ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી હતો અને રાજધાની તાઈપેઈની કેટલીક ઈમારતોને હચમચાવી નાખ્યો હતો. રાત્રે તાઇવાનના પૂર્વ કિનારે 80 થી વધુ ભૂકંપ અનુભવાયા હતા. જેમાં સૌથી વધુ 6.3 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી. ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યાની આસપાસ થોડીવારના અંતરે બે જોરદાર ભૂકંપ આવ્યા. તાઈવાનમાં રાતના 2:26 અને 2:32 વાગ્યા હતા.
તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર હુઆલીનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી 5.5 કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે હુઆલીન વિસ્તારમાં બે ઈમારતોને નુકસાન થયું છે. જેમાંથી એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે અને બીજી રોડ તરફ ઝૂકી ગઈ છે. તાઈવાનની સાથે જાપાન, ચીન અને ફિલિપાઈન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. સીએનએ ફોકસ તાઈવાને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, "સાંજે 5:08 થી 5:17 (UTC 8) વચ્ચે 9 મિનિટમાં શૌફેંગ ટાઉનશીપ, હુઆલીન કાઉન્ટી, પૂર્વીય તાઈવાનમાં પાંચ ભૂકંપ આવ્યા હતા.
તાઈવાનમાં આ પહેલા પણ શક્તિશાળી ભૂકંપ આવી ચૂક્યા છે
તાઈવાનની વાત કરીએ તો, તે બે ટેક્ટોનિક પ્લેટના જંક્શનની નજીક સ્થિત છે, જેને ભૂકંપ-સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. 2016 માં, દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 1999 માં, 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. તાઈવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ આ અંગે સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભૂકંપના કારણે વસ્તુઓ હલી રહી છે અને લોકો ડરી ગયા છે. વીડિયોમાં એક ઈમારત દેખાઈ રહી છે જે અડધી નમેલી છે.
આ પણ વાંચો - Himachal Earthquake: હિમાચલની ધરા ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી, લોકો ઘરની બહાર દોડી ગયા
આ પણ વાંચો - America Earthquake: જાપાન અને તાઈવાન બાદ અમેરિકાના શહેરોમાં વિનાશકારી ભૂકંપના આંચકા નોંધાયા