Earthquake : કચ્છમાં આજે સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા
- કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા
- સવારે 6.55 કલાકે 3.0ની તીવ્રતાનો ભૂકંપ
- ધોળાવીરાથી 16 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. ત્યારે કચ્છમાં આજે સતત બીજા દિવસે પણ ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા છે. ગઇ કાલે 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા બાદ આજે બીજા દિવસે પણ ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે. ધોળાવીરાથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
ગઇકાલે પણ નોંધાયો હતો ભૂકંપ
કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા જેના કારણે કેટલાક લોકો પોત-પોતાના ઘરો-દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. ગઈકાલે ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો આજે ધોળાવીરામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે સવારે 6.55 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારના સમયે અચાનક ભૂકંપના ઝટકા અનુભવાયા હતા અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી. જણાવી દઇએ કે, ઠંડી અને ગરમીની ઋતુમાં ફેરફાર થતા કચ્છના વિવિધ વિસ્તારોમાં આંચકાઓ શરૂ થયા છે. સીઝને કરવટ બદલાતા જ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો દોર શરૂ થયો છે.
ભૂકંપ આવે તો શું કરવું ?
જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં પડેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે. બહાર નીકળવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
આ પણ વાંચો - ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત, 4 મુસાફરોના થયા કમકમાટીભર્યા મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ