Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડમીકાંડ મામલો,SITએ કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા

ભાવનગરના ડમીકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે. કાનભાના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા છે. બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે...

ભાવનગરના ડમીકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે. કાનભાના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા છે. બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે કાનભા ગોહિલના મિત્રના ઘરમાંથી તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા જપ્ત થયા છે

Advertisement

બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળાની થઇ હતી ધરપકડ
ગઇકાલે ભાવનગરના ડમી કૌભાંડના તોડકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરાઇ હતી. તોડકાંડમાં આ બંન્નેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા યુવરાજસિંહ તેમના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ 4 આરોપીની ધરપકડ થઇ છે.

Advertisement

આ છ લોકો સામે નોંધાયો છે ગુનો
ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.

યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માગણી કરી હતી. જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી છે.

આપણ  વાંચો; ડમીકાંડમાં 6 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.