Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Patan માં ખુદ ધારાસભ્ય રખડતા ઢોર પકડવા નિકળ્યા....

પાટણમાં રખડતા ઢોરનો આતંક હાંસાપુર રોડ વિસ્તાર પર આવેલ 5 જેટલી સોસાયટીઓમાં રખડતા ઢોરોનો આતંક ધારાસભ્ય કિરિટ પટેલને જાતે ઢોર પકડવા માટે રસ્તામાં ઉતરવુ પડ્યું Patan : પાટણ (Patan) માં રખડતા ઢોરનો આતંક એટલી હદે વધી જતા હવે ખુદ...
09:37 AM Sep 18, 2024 IST | Vipul Pandya
patan

Patan : પાટણ (Patan) માં રખડતા ઢોરનો આતંક એટલી હદે વધી જતા હવે ખુદ ધારાસભ્ય રખડતા ઢોરને પકવા માટે રસ્તા પર નીકળ્યા છે. પાટણ-હાંસાપુર રસોડ પર રખડતા ઢોરનો આતંક વધતા ધારાસભ્ય કિરિટ પટેલ પોતે રખડતા ઢોર પકડવા નિકળ્યા હતા.

રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે

રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. નાના મોટા તમામ શહેરોમાં હવે રખડતા ઢોરનો આતંક સામાન્ય બની ગયો છે. વહિવટીતંત્ર આ સમસ્યા સામે જાણે કે લાચાર બની ગયું છે. રખડતા ઢોરના કારણે ઘણા શહેરોમાં અકસ્માતો પણ થયા છે જેમાં નિર્દોષ લોકોના જાન ગયા છે તો ઘણા ઘાયલ પણ થયા છે.

આ પણ વાંચો---Jawahar Chavda એ PM મોદીને લખેલા પત્રથી રાજ્યનાં રાજકારણમાં ઘમાસાણ! એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા

ધારાસભ્ય કિરિટ પટેલ જાતે રસ્તા પર નિકળ્યા

પાટણમાં પણ રખડતા ઢોરનો આતંક યથાવત છે જેના કારણે લોકો પરેશાન થઇ ગયા છે. રખઢતા ઢોરને પકડવા માટે હવે ખુદ ધારાસભ્યએ મેદાનમાં આવવું પડ્યું છે. પાટણ હાંસાપુર રોડ પર રખડતા ઢોરને પકડવા માટે ધારાસભ્ય કિરિટ પટેલ જાતે રસ્તા પર નિકળ્યા હતા.

5 જેટલી સોસાયટીઓમાં રખડતા ઢોરોનો આતંક

પાટણના હાંસાપુર રોડ વિસ્તાર પર આવેલ 5 જેટલી સોસાયટીઓમાં રખડતા ઢોરોનો આતંક છે અને નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં લોકોની આ સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું જેથી ધારાસભ્ય કિરિટ પટેલને જાતે ઢોર પકડવા માટે રસ્તામાં ઉતરવુ પડ્યું હતું.

પાલિકાનું તંત્ર સફાળુ જાગ્યું

ધારાસભ્ય કિરિટ પટેલ અને સ્થાનિક લોકો હાથમાં લાકડીઓ લઇને રખડતા ઢોર પકડવા નિકળ્યા હતા અને નગરપાલિકાના તંત્રને જાણ કરી હતી. પાલિકાનું તંત્ર સફાળુ જાગ્યું હતું અને ઢોર પકડવાની કામગિરી શરુ કરી હતી. પાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ સ્થળ પર આવ્યો હતો.

આ પણ વાંચો---Harsh Sanghvi : CM અંગે અફવા મામલે ગૃહ રાજ્યમંત્રી રોષે ભરાયા, કહ્યું- બેજવાબદારીપૂર્વક વિપક્ષ..!

આ પણ વાંચો---Gir Somnath : તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 સામે Gujctoc હેઠળ મોટી કાર્યવાહી

આ પણ વાંચો---Ahmedabad: બોપલમાં Hit and Run ની ઘટના, CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ

Tags :
GujaratGujaratFirstMLA Kirit Patel problem of stray cattlePatanstray cattle
Next Article