ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pavagadh માં ખીલી ઉઠી કુદરત..! જુઓ Video

Pavagadh : રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠી છે. પવિત્ર યાત્રાધામ પાવાગઢ ( Pavagadh) ડુંગર વરસાદી માહોલમાં રળીયામણો બન્યો છે. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પુરબહારમાં ખીલી ઉઠતાં દર્શનાર્થીઓ પણ ખુશ થઇ ગયા હતા. પાવાગઢમાં થયેલા વરસાદના...
11:42 AM Jun 25, 2024 IST | Vipul Pandya
Pavagadh

Pavagadh : રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠી છે. પવિત્ર યાત્રાધામ પાવાગઢ ( Pavagadh) ડુંગર વરસાદી માહોલમાં રળીયામણો બન્યો છે. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પુરબહારમાં ખીલી ઉઠતાં દર્શનાર્થીઓ પણ ખુશ થઇ ગયા હતા. પાવાગઢમાં થયેલા વરસાદના પગલે પગથીયાં પર પણ જાણે કે નદી વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા છે.

ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાવાગઢમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે પાવગઢમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 ડાંગમાં પણ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય

 

ડાંગ જિલ્લામાં પણ સારા વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લાના જંગલોમાં નાના મોટા ધોધ વહેવા લાગ્યા છે. પંચમહાલ જિલ્લામાં સર્વત્ર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેથી ધરતીપુત્રો ખુશ થઇ ગયા છે પણ જંગલ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. જાંબુઘોડા અને પાવાગઢ તથા હાલોલ કાલોલ પંથકમાં ભારે વરસાદના કારણે રમણીય દ્રષ્યો જોવા મળી રહ્યા છે. પવિત્ર યાત્રધામ પાવાગઢમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં પાવાગઢ ડુંગરના પગથિયાં પાણી પાણી થઇ ગયા હતા અને પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ

પંચમહાલના જાંબુઘોડા અને ઘોઘંબામાં મેઘમહેર થતાં ઠેર ઠેર નાના મોટા ઝરણાં વહેવા માંડ્યા છે. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત એવા ઘોઘંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો છે. હાથણી માતાનો ધોધ પ્રવાસીઓમાં ભારે આકર્ષ ધરાવે છે. આ ધોધ કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો છે

રોપ વે સેવા પણ બંધ

બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપ વે સેવા પણ બંધ કરી દેવાઇ છે. વાતાવરણ ચોખ્ખું થયા બાદ રોપ વે સેવા શરુ થશે. ઉલ્લેખનિય છે કે પાવાગઢમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો----- Rain Update: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી

આ પણ વાંચો---- Forecast : આજે જિલ્લાઓ થશે તરબતર…

Tags :
GujaratGujaratFirstHathani Mata FallsMahakali Mata MandirMonsoonMONSOON 2024Natural beautyPavagadhpavagadh hillRainropeway serviceVideo
Next Article