Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mumbai ભારે વરસાદના પાણીમાં ગરકાવ, તંત્ર એલર્ટ..

Mumbai : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai )માં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે . રસ્તાઓ પર પાણી ભરાઇ જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલી જોવા મળી રહી છે. વરસાદને કારણે ટ્રાફિકને અસર...
mumbai ભારે વરસાદના પાણીમાં ગરકાવ  તંત્ર એલર્ટ

Mumbai : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai )માં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે . રસ્તાઓ પર પાણી ભરાઇ જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલી જોવા મળી રહી છે. વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ છે અને અંધેરી સબવેમાં પણ પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે જેના કારણે સબવે બંધ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

મુંબઈમાં સવારથી જ વરસાદ

મુંબઈમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અંધેરી સબવેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પાણીથી ભરેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રસ્તાઓ પર પણ ત્રણ-ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેથી રસ્તો બંધ કરી દેવાયો છે.જોકે, બ્રિજ પરથી ટ્રેનની અવરજવર સરળતાથી ચાલુ રહે છે.

Advertisement

વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર પણ પાણી ભરાઈ ગયા

તમને જણાવી દઈએ કે મુંબઈમાં વરસાદને કારણે રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાઈ જાય છે અને કેટલીક વખત લોકલ ટ્રેનોની સ્પીડ ઓછી કરવી પડે છે. બીજી તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર પણ પાણી ભરાઈ ગયા હતા અને વિલે પાર્લેના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આગામી દિવસોમાં મુંબઈમાં વધુ વરસાદની શક્યતા હોવાથી વહીવટીતંત્ર એલર્ટ પર છે.

નાગપુરમાં શાળા-કોલેજો બંધ

બીજી તરફ નાગપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે આજે એટલે કે 20મી જુલાઈએ તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. આ માહિતી આપતાં નાગપુર જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ઈટંકરે જણાવ્યું કે IMDએ નાગપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

આ પણ વાંચો---- Uttarakhand Rains:પિથોરાગઢમાં ભારે વરસાદને કારણે બ્રિજ ધરાશાયી, 70 પરિવારોનો સંપર્ક વિહોણા

Tags :
Advertisement

.