Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નશાના દૂષણે દેશમાં વિચિત્ર સમસ્યા સર્જી, ત્રિપુરાના 828 વિદ્યાર્થી HIV પોઝિટિવ

ભારતના ત્રિપુરા (Tripura) રાજ્યમાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ત્રિપુરામાં HIVના કેસ સતત વધી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, હાલમાં આ બિમારીએ ત્રિપુરાના વિદ્યાર્થીઓ (Students) ને ઘેરી લીધા છે. ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ...
08:24 PM Jul 09, 2024 IST | Hardik Shah
HIV in Tripura

ભારતના ત્રિપુરા (Tripura) રાજ્યમાંથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ત્રિપુરામાં HIVના કેસ સતત વધી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, હાલમાં આ બિમારીએ ત્રિપુરાના વિદ્યાર્થીઓ (Students) ને ઘેરી લીધા છે. ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS) ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રિપુરામાં HIVને કારણે 47 લોકોના મોત થયા છે અને 828 વિદ્યાર્થીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે.

HIVથી 47 વિદ્યાર્થીઓના મોત

અધિકારીએ જણાવ્યું કે, 828 વિદ્યાર્થીઓમાંથી 781 વિદ્યાર્થીઓ જીવિત છે અને 47 વિદ્યાર્થીઓ આ જીવલેણ રોગનો ભોગ બન્યા છે અને તેમના જીવ ગયા છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ દેશભરની સંસ્થાઓમાં એડમિશન લીધા બાદ અભ્યાસ માટે ત્રિપુરા છોડી દીધું છે. મળતી માહિતી અનુસાર અંદાજે 572 વિદ્યાર્થીઓ હજુ પણ આ ગંભીર બીમારીથી પીડિત છે. આ HIV ના આંકડાઓ અંગે TSACSએ જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ HIVના 5-7 નવા કેસ આવી રહ્યા છે. આ આંકડાઓમાં સૌથી ગંભીર બાબત એ છે કે HIVથી પીડિત ત્રિપુરાના ઘણા વિદ્યાર્થીઓ દેશના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓ અથવા મોટી કોલેજોમાં એડમિશન લઈને અભ્યાસ કરી રહ્યા છે. 220 શાળાઓ અને 24 કોલેજ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કર્યા બાદ ત્રિપુરા એઈડ્સ નિયંત્રણ સમિતિએ ચોંકાવનારી વાતનો ખુલાસો કર્યો છે કે આ વિદ્યાર્થીઓ ઈન્જેક્શનથી ડ્રગ્સનું સેવન કરે છે.

220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું

TSACS ના જોઈન્ટ ડાયરેક્ટરે કહ્યું કે અમે 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓની ઓળખ કરી છે જ્યાં વિદ્યાર્થીઓ ડ્રગ્સના વ્યસની જોવા મળ્યા છે. અમે સમગ્ર રાજ્યમાં કુલ 164 આરોગ્ય સુવિધાઓમાંથી ડેટા એકત્રિત કર્યો છે. આ રજૂઆત કરતા પહેલા, લગભગ તમામ બ્લોક્સ અને પેટાવિભાગોમાંથી અહેવાલો એકત્રિત કરવામાં આવે છે. રાજ્યમાં સક્રિય કેસોની કુલ સંખ્યા પર, એક વરિષ્ઠ TSACSના અધિકારીએ જણાવ્યું હતું કે મે 2024 સુધીમાં, અમે ART-એન્ટિરેટ્રોવાયરલ થેરાપી કેન્દ્રોમાં 8,729 લોકોની નોંધણી કરાવી છે. HIVથી પીડિત લોકોની કુલ સંખ્યા 5,674 છે અને તેમાંથી 4,570 પુરૂષો, 1103 મહિલાઓ છે અને માત્ર એક દર્દી ટ્રાન્સજેન્ડર છે.

આ બાળકો HIVથી સૌથી વધુ પીડાય છે

HIV ના કેસોમાં વધારા માટે ડ્રગના દુરુપયોગને જવાબદાર ઠેરવતા, ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS) એ જણાવ્યું હતું કે મોટા ભાગના કિસ્સાઓમાં, સમૃદ્ધ પરિવારોના બાળકો HIV થી સંક્રમિત જોવા મળ્યા છે. આ આંકડાઓમાં એવા પરિવારો પણ છે જ્યાં માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે અને બાળકોની માંગણીઓ પૂરી કરવામાં કોઈ કસર છોડતા નથી. આવા લોકોને ખ્યાલ આવે કે તેમના બાળકો ડ્રગ્સના બંધાણી બની ગયા છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.

ત્રિપુરા HIV કેસ, ચેપનું મુખ્ય કારણ શું છે?

HIV AIDS એ એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે જે વ્યક્તિના શરીરમાં ઘણી રીતે સંક્રમિત થઈ શકે છે, જેમાંથી સૌથી મોટી સમસ્યા ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સંભોગ અને ચેપગ્રસ્ત ઈન્જેક્શન અથવા સોયનો ઉપયોગ છે. તે નસોમાં ઇન્જેક્શન દ્વારા દવાઓ લેવાથી પણ સીધો સંબંધ ધરાવે છે. આ લોહીથી લોહીના સંપર્કમાં આવતા ફેલાય છે.

આ પણ વાંચો - Brain Eating Amoeba : દુનિયા ઉપર ફરી મહામારીનો ખતરો! મગજ ખાઈ જનાર અમીબાનો કેરળમાં આતંક શરૂ

આ પણ વાંચો - SUPREME COURT એ મહિલાઓને પીરિયડસના સમયમાં રજા આપવા અંગે લીધો આ મહત્વનો નિર્ણય!

Tags :
AIDSGujarat FirstHardik ShahHIVHIV CausesHIV in TripuraHIV infectionHIV na lakshanHow HIV SpreadsTripura HIV Case NewsTripura Students HIV NewsWhat is HIV
Next Article