ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લો બોલો! દારૂના નશામાં Pilot એ ઉડાવી ફ્લાઈટ, Air India એ બતાવ્યો બહારનો રસ્તો

Air India Pilot Fired : ફ્લાઈટમાં વીંછી કરડવાનો મામલો હોય કે મહિલા પર પેશાબ કરવાનો એર ઈન્ડિયા (Air India) હર હંમેશા ચર્ચામાં રહે છે. મળી રહેલી માહિતી અનુસાર, એર ઈન્ડિયાના પાયલોટ (Pilot) ને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. જેની પાછળનું...
03:51 PM Mar 28, 2024 IST | Hardik Shah
Air India's Pilot Consume Alcohol

Air India Pilot Fired : ફ્લાઈટમાં વીંછી કરડવાનો મામલો હોય કે મહિલા પર પેશાબ કરવાનો એર ઈન્ડિયા (Air India) હર હંમેશા ચર્ચામાં રહે છે. મળી રહેલી માહિતી અનુસાર, એર ઈન્ડિયાના પાયલોટ (Pilot) ને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. જેની પાછળનું કારણ તમને ચોક્કસપણે માંથુ ખંજવાળવા મજબૂર કરી દેશે. પાયલોટે દારૂના નશામાં Air India ની ફ્લાઈટ ઉડાવી હતી. જ્યારે પ્લેન (Plan) ભારતમાં લેન્ડ થયું તે પછી બ્રેથ એનલાઈઝર (BA) ટેસ્ટમાં પાયલોટના દારૂ પીવાની પુષ્ટિ થઈ હતી. જે પછી તેના પર કડક કાર્યવાહી (Strict Action) કરવામાં આવી હતી.

પાયલોટે દારૂના નશામાં Air India ની ફ્લાઈટને ઉડાવી

હવાઈ ​​મુસાફરી એ પરિવહનનું સૌથી સલામત માધ્યમ કહેવાય છે. ત્યારે Air India ના એક પાયલોટે કઇંક એવું કર્યું કે ફ્લાઈટમાં મુસાફરી કરતા પહેલા યાત્રીઓ વિચાર કરશે. જીહા મળતી માહિતી અનુસાર, એક પાયલોટે દારૂના નશામાં Air India ની ફ્લાઈટને ઉડાવી હતી. ટાટા ગ્રૂપની એરલાઈને આ અંગે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને તે પાયલોટ વિરુદ્ધ FIR દાખલ કરવાનું પણ વિચારી રહી છે. આ મુદ્દે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું, "અમે આ બાબતોને બિલકુલ સહન કરતા નથી અને કડક કાર્યવાહી કરીએ છીએ. એટલું જ નહીં તે પાયલોટની નોકરી છીનવી લેવામાં આવી છે અને તેની સામે FIR પણ દાખલ કરવામાં આવશે. "નશાની સ્થિતિમાં ફ્લાઈટ ઉડાવી એ ફોજદારી ગુનો છે." જણાવી દઈએ કે પાયલોટ નવા કેપ્ટન માટે ટ્રેનિંગ ફ્લાઈટ ઉડાવી રહ્યો હતો. સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરતા પાયલોટ્સ અને કેબિન ક્રૂએ ઉડાન ભરતા પહેલા BA ટેસ્ટમાંથી પસાર થવું જરૂરી છે.

ટેસ્ટમાં નિષ્ફળ થવાનો શું છે અર્થ ?

ભારતમાં ફ્લાઇટમાં આલ્કોહોલ પીરસવામાં આવતો નથી કે વેચવામાં આવતો નથી. વિદેશથી આવતી ફ્લાઈટના લેન્ડિંગ બાદ ક્રૂ મેમ્બર્સે BA ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જણાવી દઈએ કે, 2023ના પ્રથમ 6 મહિનામાં 33 પાયલોટ અને 97 કેબિન-ક્રુ મેમ્બર્સ તેમના બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં નિષ્ફળ ગયા હતા. પ્રથમ વખત ટેસ્ટમાં નિષ્ફળ થવાનો અર્થ છે ત્રણ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ. જો તે જ વ્યક્તિ બીજી વખત આવું કરે છે, તો તેનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્રીજી વખત એટલે લાઇસન્સ રદ કરવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદમાં Air India ની ઘોર બેદરકારી, ઓસ્ટ્રેલિયાથી આવેલો મૃતદેહ અન્ય વ્યક્તિને સોંપી દેવાયો

આ પણ વાંચો - એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરને વીંછીએ ડંખ માર્યો, ચોંકાવનારી ઘટના

Tags :
Air India flightAir India PilotAir India pilot NewsAir India's PilotAir-IndiaAlcoholAlcohol ConsumptionBizarre Newsbreath analyser testDelhi AirportDelhi NewsPhuket-Delhi flightPilotpilot suspended
Next Article