Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા ડૉ. નિરજા ગુપ્તા, જાણો તેમના વિશે

ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ વખત મહિલા કુલપતિ મળ્યાં છે. જેમાં ડો.નીરજા ગુપ્તાની પસંદગી કરાઇ છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને પહેલાં મહિલા કુલપતિ મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. ગુજરાત યુનિવર્સિટીમાં હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકે ટર્મ પૂરી થતા નવા કુલપતિની નિમણૂંક...
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા ડૉ  નિરજા ગુપ્તા  જાણો તેમના વિશે

ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ વખત મહિલા કુલપતિ મળ્યાં છે. જેમાં ડો.નીરજા ગુપ્તાની પસંદગી કરાઇ છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને પહેલાં મહિલા કુલપતિ મળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. ગુજરાત યુનિવર્સિટીમાં હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકે ટર્મ પૂરી થતા નવા કુલપતિની નિમણૂંક કરાઈ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS)નું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતા.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિનું જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની સાચી યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવી છે. નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી છે.

6 ભાષાના જાણકાર

Advertisement

ડૉ. નિરજા ગુપ્તા ભવન્સ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006 થી 2012 સુધી ડૉ. ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992 માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેને ઉર્દૂમાં પણ જ્ઞાન છે. તેઓ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે અને સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ એકેડેમિક કાઉન્સિલમાં પણ સભ્ય રહી ચૂક્યા છે. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત

Advertisement

નીરજા ગુપ્તા અત્યારે સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે તેમજ અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી અબ્રોડના ડિરેક્ટર અને ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમજ વર્ષ 2021માં તેઓ સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચો : જામનગરમાં Heavy Rain ના કારણે દરેડ ગામનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ

Tags :
Advertisement

.