Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DoT ની આ અદ્યતન ટેક્નોલોજીથી જાણી શકાશે નકલી કોલ્સ અને મેસેજ વિશે...

Telecom Company ઓ સાથે મળીને એક અદ્યતન સિસ્ટમ તૈયાર સિસ્ટમના પ્રથમ તબક્કાનો સફળતાપૂર્વક અમલ કર્યો TSPs એ સ્પૂફડ કૉલ્સને રોકવા માટે સક્ષમ હશે DoT launches new system : Department of Telecommunication ટૂંક સમયમાં સાયબર ફ્રોડને લઈ નવી સિસ્ટમ વિકસાવી...
dot ની આ અદ્યતન ટેક્નોલોજીથી જાણી શકાશે નકલી કોલ્સ અને મેસેજ વિશે
  • Telecom Company ઓ સાથે મળીને એક અદ્યતન સિસ્ટમ તૈયાર
  • સિસ્ટમના પ્રથમ તબક્કાનો સફળતાપૂર્વક અમલ કર્યો
  • TSPs એ સ્પૂફડ કૉલ્સને રોકવા માટે સક્ષમ હશે

DoT launches new system : Department of Telecommunication ટૂંક સમયમાં સાયબર ફ્રોડને લઈ નવી સિસ્ટમ વિકસાવી છે. આ સેન્ટ્રલ સિસ્ટમ સ્પેમ કોલ અને છેતરપિંડી અથવા અવાજ બદલીને ફોન કરતા નંબરને બ્લોક કરવામાં અને અલર્ટ જાહેર કરવામાં મદદ કરશે. આ સમયમાં આવા સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકોનો અવાજ બદલીને છેતરપિંડી કરવામાં આવે છે. આ ઘટનાઓની નોંધ લેતા Telecommunication વિભાગે Fake Calls ને સુરક્ષા આપવા માટે અદ્યતન ટેક્નોલોજીને વિકાસાવવા જઈ રહી છે.

Advertisement

Telecom Company ઓ સાથે મળીને એક અદ્યતન સિસ્ટમ તૈયાર

DoT ના જણાવ્યા અનુસાર આવા કોલ વિદેશીમાંથી ઓપરેટ કરવામાં આવે છે. આ સાયબર આરોપીઓ તેમના કોલ્સ માટે કૉલિંગ લાઇન આઇડેન્ટિટી (CLI) ની મદદ લે છે. જેનાથી મોબાઇલ નંબરો ડિસ્કનેક્ટ થાય છે. આ ગુનેગારો લોકોને અવાજ બદલીને અને ડ્રગ્સ, નાર્કોટિક્સ અને સેક્સ રેકેટને લગતા ખોટા આરોપો લગાવીને લોકોને ધમકી આપે છે અને પછી તેમની સાથે છેતરપિંડી કરે છે. આ વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, DoT એ Telecom Company ઓ સાથે મળીને એક અદ્યતન સિસ્ટમ તૈયાર કરી છે.

આ પણ વાંચો: અંતરિક્ષમાંથી સુર્યોદયનો જુઓ વીડિયો, તમે પણ સ્તબ્ધ થઈ જશો

Advertisement

સિસ્ટમના પ્રથમ તબક્કાનો સફળતાપૂર્વક અમલ કર્યો

DoT ના જણાવ્યા અનુસાર આ અદ્યતન સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ પ્રથમ તબક્કામાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSP) ના સ્તરે યુઝર્સના ફોન નંબર પરથી Fake Calls રોકવા માટે અને બીજા તબક્કામાં કેન્દ્રીય સ્તરે TSPs થી યુઝર્સના નંબર પર Fake Calls રોકવા માટે લાગુ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ચારેય Telecom Company આ અદ્યતન સિસ્ટમના પ્રથમ તબક્કાનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આ સિસ્ટમના અમલીકરણને કારણે, દરરોજ 4.5 મિલિયન એટલે કે 45 લાખ નકલી કોલ ભારતીય ટેલિકોમ નેટવર્કમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે.

Advertisement

TSPs એ સ્પૂફડ કૉલ્સને રોકવા માટે સક્ષમ હશે

આગળના તબક્કામાં કેન્દ્રીય સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે, જે TSPs એ સ્પૂફડ કૉલ્સને રોકવા માટે સક્ષમ હશે. Telecommunication વિભાગનું કહેવું છે કે અત્યાર સુધી દરરોજના એક તૃતીયાંશ ફેક કોલ બંધ થઈ રહ્યા છે. જોકે, જ્યાં સુધી આ સિસ્ટમ સંપૂર્ણ રીતે અમલમાં ન આવે ત્યાં સુધી વપરાશકર્તાઓ ભારત સરકારના Chakshu પોર્ટલ પર આવા Fake Calls અને સંદેશાઓની જાણ કરી શકે છે.

આ પણ વાંચો: Google for India 2024: ગૂગલે કરોડો ભારતીયોને આપી ભેટ, કરી આ 5 મોટી જાહેરાતો

Tags :
Advertisement

.