Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તાપીમાં ડોસવાડા ડેમ થયો ઓવર ફ્લો, 10 ગામને કરાયા એલર્ટ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગની વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તાપીના સોનગઢમાં રજવાડી સમયથી બનાવવામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થયો છે. સપાટી થી બે ફૂટ ઉપર પાણી વહી રહ્યુ છે ડોસવાડા ડેમ ઓવર ફ્લો થતા નીચાણવાળા...
12:19 PM Jun 30, 2023 IST | Hiren Dave

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગની વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તાપીના સોનગઢમાં રજવાડી સમયથી બનાવવામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થયો છે.

સપાટી થી બે ફૂટ ઉપર પાણી વહી રહ્યુ છે

ડોસવાડા ડેમ ઓવર ફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 10 થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. સોનગઢમાં આવેલા ડોસવાડા ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર છે. જ્યારે ડોસવાડા ડેમ પૂર્ણતઃ સપાટી થી બે ફૂટ ઉપર પાણી વહી રહ્યુ છે. આ વર્ષે ડેમમાં પાણીની આવક 5944 ક્યુસેક છે. અને જાવક 5944 ક્યુસેક છે.

જિલ્લા પંચાયત હસ્તકના 57 રસ્તા બંધ
તો તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લા પંચાયત હસ્તકના 57 રસ્તા બંધ થયા છે. જ્યારે વ્યારાના 13, ડોલવણના 7, વાલોડના 11 રસ્તાઓ બંધ છે. તો આ તરફ ચોરવાડ ગામનો લો-લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. વ્યારા – સોનગઢને જોડતા રસ્તા પર પાણી ભરાયા છે. ભારે વરસાદના ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ
અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમરેલીના નાજાપુર, તોરી, રામપુર અને ખાખરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અમરેલીના સુરવો ડેમમાં 12 કલાકમાં 12 ફૂટ નવા નીરની આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે હાલ ડેમની સપાટી 15.5 ફૂટ છે

ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે ત્રિવેણી સંગમ છલકાયો
ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે ત્રિવેણી સંગમ છલકાયો છે. મુશળધાર વરસાદ વરસતા હિરણ,કપિલા અને સરસ્વતી ત્રણેય નદીઓ છલકાઈ છે. આ પવિત્ર નદીઓનો સંગમનો નજારો અદભુત છે.

આપણ  વાંચો-વરસાદી માહોલમાં સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું

 

Tags :
gujarat raingujarat weather forecastgujarat weather newsIMDMonsoon 2023
Next Article