Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલના પાવાગઢ ખાતે ઘુમ્મટ ધરાશાયી, કાટમાળમાં દબાઈ જવાથી 1 મહિલાનું મોત

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો. જાણવા મળ્યું છે કે અચાનક ભારે પવન સાથે વીજળી પડતા ઘટના બની હોવાની લોકચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસ ઘટના...
પંચમહાલના પાવાગઢ ખાતે ઘુમ્મટ ધરાશાયી  કાટમાળમાં દબાઈ જવાથી 1 મહિલાનું મોત

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો. જાણવા મળ્યું છે કે અચાનક ભારે પવન સાથે વીજળી પડતા ઘટના બની હોવાની લોકચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, કાટમાળમાં દબાઈ જવાથી 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પથ્થરની કુટીરની છત તૂટી પડતા કુલ 10 યાત્રાળુઓ દબાયા હતા. આ ઘટનામાં 3 મહિલા, 2 બાળકો સહિત કુલ 10 યાત્રાળુઓને ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પામેલા 2 ઈજાગ્રસ્તોને વડોદરા વધુ સારવાર માટે મોકલાયા હતા. તો બીજી બાજુ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા.

Advertisement

ઈજાગ્રસ્તોની યાદી

  1. ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, મૃત્યુ પામેલા)
  2. સોનલબેન વિજયભાઈ દેવીપુજક (30 વર્ષ)
  3. દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)
  4. વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ)
  5. મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)
  6. રાજવંશ મહેશભાઈ દેવીપુજક (21 વર્ષ)
  7. સુમિત્રાબેન વેલસીંગભાઇ રાઠવા (18 વર્ષ)
  8. મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)
  9. દક્ષ વિજયભાઈ દેવીપુજક (2 વર્ષ)

આ પણ વાંચો : તલાટીની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર સજ્જ : હસમુખ પટેલ

Advertisement

Tags :
Advertisement

.