Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમારે ICC ODI World Cup ની ટિકિટ લેવાની છે ? તો News જરૂર વાંચો

ભારતમાં યોજાવાના વર્લ્ડ કપની ટિકિટને લઇને ક્રિકેટ ફેન્સ છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હવે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ ભારતમાં મંગળવાર 15 ઓગસ્ટ 2023 એ...
શું તમારે icc odi world cup ની ટિકિટ લેવાની છે   તો news જરૂર વાંચો

ભારતમાં યોજાવાના વર્લ્ડ કપની ટિકિટને લઇને ક્રિકેટ ફેન્સ છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હવે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ ભારતમાં મંગળવાર 15 ઓગસ્ટ 2023 એ 5 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023 માટે ટિકિટના વેચાણની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે મેચ (IND vs PAK) રમવાની છે. વર્લ્ડ કપ 2023ની ટિકિટની વાત કરીએ તો, તમામ મેચોની ટિકિટ એક જ સમયે ચાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. ICC એ ટિકિટ માટેની તારીખ જાહેર કરી છે.

Advertisement

ટિકિટના વેચાણની જાહેરાત

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ ભારતમાં મંગળવાર 15 ઓગસ્ટ 2023 એ 5 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023 માટે ટિકિટના વેચાણની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે મેચ (IND vs PAK) રમવાની છે. વર્લ્ડ કપ 2023ની ટિકિટની વાત કરીએ તો, તમામ મેચોની ટિકિટ એક જ સમયે ચાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. ICC એ ટિકિટ માટેની તારીખ જાહેર કરી છે. જણાવી દઇએ કે, ICC એ વર્લ્ડ કપ 2023 માટે ભારતની મેચોની ટિકિટોની તારીખ જાહેર કરી છે.

Advertisement

ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં ભારતની મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે ચેન્નાઈ, દિલ્હી અને પુણેની ટિકિટ 31 ઓગસ્ટથી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, 1 સપ્ટેમ્બર એ ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં ભારતની મેચ માટે ટિકિટ વેચાણની શરૂઆતની તારીખ છે. જોકે, બેંગલુરુ અને કોલકાતામાં ભારતની મેચોની ટિકિટનું વેચાણ બીજા દિવસથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 સપ્ટેમ્બરથી ટિકિટોનું વેચાણ શરૂ થશે.

Advertisement

ટિકિટ માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ 

આગામી ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની મેચો સાથે શરૂ થવાનો છે. 48 દિવસ સુધી ભારતના 10 અલગ-અલગ મેદાનો પર રમાતી રોમાંચક મેચો જોવા માટે ગ્રાઉન્ડ પર જવા માટે ચાહકો પહેલેથી જ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. વર્લ્ડ કપની તમામ મેચોની ટિકિટ અલગ-અલગ તબક્કામાં વેચવામાં આવશે. ભારત સિવાયની તમામ ટીમોની પ્રેક્ટિસ અને મુખ્ય મેચોનું વેચાણ 25 ઓગસ્ટથી શરૂ થશે. ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતની વોર્મ-અપ મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી માટે ઉપલબ્ધ થશે.

ભારતીય મેચોની ટિકિટ ક્યારથી ઉપલબ્ધ થશે

ભારતીય ટીમની મેચો અને વોર્મ-અપ મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે. જ્યારે સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટ 15 સપ્ટેમ્બરે ખરીદી શકાશે. ટિકિટ બુક કરાવ્યા બાદ ચાહકોએ હાર્ડ કોપી દ્વારા સ્ટેડિયમમાં પ્રવેશ કરવો પડશે. આ માટે વર્લ્ડ કપની મેચોની યજમાની કરતા શહેરોમાં ટિકિટ કલેક્શન કાઉન્ટર બનાવવામાં આવશે.

આ પણ વાંચો - વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, આ ખેલાડીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.