Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

 New York ના Times Square થી વાંચો ખાસ અહેવાલ....PM MODI ની મુલાકાતથી અમેરિકામાં દિવાળી જેવો માહોલ

20મી જૂનથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસીક અમેરિકા યાત્રા શરુ થવા જઇ રહી છે ત્યારે આ ઐતિહાસીક યાત્રાનું લાઇવ કવરેજ કરવા માટે ગુજરાતનું એક માત્ર મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ અને OTT India અમેરિકા પહોંચ્યું છે. વડાપ્રધાનશ્રીની અમેરિકા યાત્રા પૂર્વે સમગ્ર અમેરિકામાં...
08:49 PM Jun 19, 2023 IST | Vipul Pandya
20મી જૂનથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસીક અમેરિકા યાત્રા શરુ થવા જઇ રહી છે ત્યારે આ ઐતિહાસીક યાત્રાનું લાઇવ કવરેજ કરવા માટે ગુજરાતનું એક માત્ર મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ અને OTT India અમેરિકા પહોંચ્યું છે. વડાપ્રધાનશ્રીની અમેરિકા યાત્રા પૂર્વે સમગ્ર અમેરિકામાં ભારતીયોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  અમેરિકામાં વસતા ભારતીયોએ વડાપ્રધાનશ્રીની આ ઐતિહાસીક યાત્રા માટે તડામાર તૈયારીઓ કરી છે.
New York ના Times Square થી ખાસ અહેવાલ..
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ અત્યારે New York ના Times Square ખાતે છે.  ત્યાંથી લાઇવ કવરેજમાં તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને લઇને અમેરિકામાં વસતા તમામ ભારતીયોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિવિધ સ્ટેટમાં ભારતીયો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું છે. લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ઠેર ઠેર અહીં અમેરિકા અને ભારતના ફ્લેગ લગાવાયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્ટેટ ગેસ્ટ તરીકે ડિનરનું આયોજન કર્યું
તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી યુએન હેડક્વાર્ટરમાં યોગ દિવસની ઉજવણી કરશે. 21 તારીખે તેઓ  New York થી Washington DC જશે. વડાપ્રધાનશ્રી મોદી માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્ટેટ ગેસ્ટ તરીકે ડિનરનું આયોજન કર્યું છે. વડાપ્રધાનશ્રીની આ મુલાકાતથી  બંને દેશોનો સંબંધ સુદ્રઢ થશે.  આ મુલાકાતમાં વૈશ્વિક સમસ્યાઓની પણ ચર્ચા થશે. વડાપ્રધાનશ્રીની મુલાકાત ટાણે ભારતીય સમુદાયના કાર્યક્રમો પણ યોજાયા છે.
NRIમાં ભારે ઉત્સાહ
Gujarat First સાથે ખાસ વાતચીત કરતાં  NRI કે.ડી.દેસાઇએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતથી અમે ખુબ જ ઉત્સાહિત છીએ. અમે લોકો 8 સ્ટેટમાં ગયા છીએ અને અમે અમેરિકામાં મોદીજીનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે એક મહિનાથી એસોસિએશનના તમામ સભ્યો મોદીજીને આવકારવા માટે લગાતાર મહેનત કરી રહ્યા છીએ. અમે 2 હજાર લોકોને ભેગા કરીને વ્હાઇટ હાઉસ લઇ જઇશું. તેમણે કહ્યું કે મોદીજી વૈશ્વિક ગુરુ છે. મોદીજીએ જે કામ 10 વર્ષમાં કર્યું તે કામ 65 વર્ષમાં પણ થયું ન હતું. સહુનો સાથ સહુનો વિકાસ અને વસુધૈવ કુટુમ્બકમની તેમની ભાવના છે. આ ઐતિહાસિક ક્ષણ છે. મોદીજીને અમેરિકામાં 21 તોપોની સલામી અપાશે. તેમણે એમ પણ કહ્યું કે મોદીજીએ ભારતને વિશ્વમાં ટોચ પર રાખ્યું છે અને અમે તમામ એનઆરઆઇ તેમને સપોર્ટ કરીએ છીએ.

વડાપ્રધાનશ્રીને આવકારવા હજારો લોકો એકત્ર થશે
Gujarat First સાથે વાત કરતાં  ફેડરેશન ઓફ ઇન્ડીયન એસોસિએશનના પ્રિતી પટેલે કહ્યું કે અમે મોદીજીનું સ્વાગત કરીએ છીએ. અમે તેમને આવકારવા માટે હજારો લોકોને એકત્ર કરવાના છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો તમામ ભારતીય એનઆરઆઇને લાભ મળે તે માટે અમે ન્યુજર્સીથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી છે. અને અમે 2 હજાર લોકોને  વોશિગ્ટન ડ઼ીસી લઇ જવાની સુવિધા આપીશું.
આ પણ વાંચો---PM MODI અમેરિકા અને ઇજીપ્તની મુલાકાતે, વાંચો સમગ્ર યાત્રાનું SCHEDULED
Tags :
AmericaEgyptGujarat FirstNarendra Modipm modi us visit
Next Article