Diwali ઉપર પુષ્પાના ચાહકોને મળી ભેટ, વધુ એક ફિલ્મની ઝલક રિલીઝ કરી
- આ પોસ્ટરને ફિલ્મના ચાહકો દ્વારા ખુબ જ પ્રશંસા મળી
- Pushpa માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
- ફિલ્મના બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી
Pushpa 2: The Rule New Poster : Allu Arjun અને Rashmika Mandanna ની ફિલ્મ Pushpa ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં આવશે. જોકે ફિલ્મ નિર્માતાઓએ દિવાળી પર ધમાકો કર્યો છે. ફિલ્મના ચાહકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા ફિલ્મના લીડ સ્ટાર્સનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેઓ રોમેન્ટિક દેખાઈ રહ્યા છે.
આ પોસ્ટરને ફિલ્મના ચાહકો દ્વારા ખુબ જ પ્રશંસા મળી
Pushpa 2 માંથી Allu Arjun અને Rashmika Mandanna નું એક પોસ્ટર રિલીઝ કરતાં નિર્માતાઓએ લખ્યું છે કે, હેપ્પી દિવાળી. પુષ્પા રાજ અને શ્રીવલ્લી તરફથી તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ. જોકે આ પોસ્ટરમાં તેઓના એક પ્રેમની ઝલક જોવા મળી રહી છે. ત્યારે આ પોસ્ટરને ફિલ્મના ચાહકો દ્વારા ખુબ જ પ્રશંસા મળી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે અધૂરા કામને કારણે તેને સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો: Devara: Part 1 આ તારીખે પ્રાઇમ વિડિયો કે પછી નેટફિક્સ ઉપર રિલીઝ થશે?
Happy Diwali!! #Pushpa2TheRule pic.twitter.com/V5Xcp4RF7y
— Allu Arjun (@alluarjun) October 31, 2024
Pushpa માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
આ પહેલા ફિલ્મ Pushpa 2 ને 6 ડિસેમ્બરે રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે તે એક દિવસ પહેલા 5 ડિસેમ્બર 2024 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં Allu Arjun એ પુષ્પા રાજ અને Rashmika Mandanna એ શ્રીવલ્લી અને ફહદ ફૈસીલ ભંવર સિંહ શેખાવતના રોલમાં જોવા મળશે. Allu Arjun ને ફિલ્મના પહેલા ભાગ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
ફિલ્મના બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી
Pushpa 2: The Rule નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે Pushpa 2: The Rule ની સ્ક્રિપ્ટ પણ લખી છે. ત્યાર આ ફિલ્મનું નિર્માણ Mythri Movie Makers અને Sukumar Writings દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021 માં આવ્યો હતો. ફિલ્મના બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી.
આ પણ વાંચો: Singham Again અને Bhool Bhulaiyaa 3 ની રિલીઝ માટે આ દેશમાં પ્રતિબંધ લાગ્યો