Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં યોજાશે દિવ્ય દરબાર, જાણો સમગ્ર કાર્યક્રમ

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબાર 29, 30મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાશે બે દિવસનો દરબાર સાંજનો રહેશેઃ આયોજકો 'અખંડ ભારત, સનાતન ધર્મની મજબૂતીનું લક્ષ્ય' 'બાબા કોઈ તાંત્રિક નથી, તેમનામાં દિવ્ય શક્તિ છે'...
01:31 PM May 17, 2023 IST | Vipul Pandya
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતના 3 શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો દિવ્ય દરબાર યોજવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદમાં યોજાનારા દિવ્ય દરબારનો સમય સાંજનો હશે જેમાં સવા લાખ કરતાં વધુ ભક્તો હાજર રહેશે. બાબા બાગેશ્વરધામનો 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સમાં દિવ્ય દરબાર યોજાશે.
ચાણક્યપુરી સેક્ટર 6માં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન
અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજકોએ જણાવ્યું હતું કે અમદાવાદના ચાણક્યપુરી સેક્ટર 6માં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસનો દરબાર સાંજનો રહેશે
અમદાવાદમાં 29, 30મેના રોજ દિવ્ય દરબાર યોજાશે. આયોજકોએ કહ્યું કે  બે દિવસનો દરબાર સાંજનો રહેશે. તેમણે કહ્યું કે બાગેશ્વરધામ બાબાનું અખંડ ભારત, સનાતન ધર્મની મજબૂતીનું લક્ષ્ય છે અને બાબા કોઈ તાંત્રિક નથી, તેમનામાં દિવ્ય શક્તિ છે. અરજી લાગશે તેમનો જવાબ  મહારાજ આપશે. અરજી માટે કોઈ દક્ષિણા નથી લેવાતી તેમ પણ આયોજકોએ જણાવ્યું છે.
સવા લાખ લોકો બેસે તેવી વ્યવસ્થા
સવા લાખ લોકો બેસે તેવી વ્યવસ્થા કરાઇ હોવાનું આયોજકોએ જણાવ્યું છે. કાર્યક્રમ માટે તમામનો સારો સહકાર મળી રહ્યો છે તેમ આયોજકોએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે  મુખ્યમંત્રી, સી.આર.પાટીલ,તમામ ધારાસભ્યો, મંત્રીઓને પણ આમંત્રણ અપાશે.
તેમની આસપાસ 300 બોડીગાર્ડ
બાબા બાગેશ્વરના રોકાણ માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. તેમના માટે 22 રુમનો બંગલો તૈયાર કરાઇ રહ્યો છે. 2 બંગલા ભેગા કરીને એક બંગલો તૈયાર કરાશે અને તેમની આસપાસ 300 બોડીગાર્ડ રહેશે.
આ પણ વાંચો---બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી પર ટિપ્પણી કરતા પરસોત્તમ પીપળિયાને મળી ધમકી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Baba BageshwarDhirendra ShastriGujarat
Next Article