Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સિરપકાંડની વચ્ચે નશાબંધી વિભાગના વર્ગ-3ના બદનામ કર્મચારીને વર્ગ-1નો ચાર્જ સોંપાયો

7 પ્યાસીઓનો ભોગ લેનારા ખેડા જિલ્લા (Kheda District) ના ઝેરી સિરપકાંડમાં સીધી રીતે સંડોવાયેલા નશાબંધી વિભાગમાં ચાલતી ગોલમાલ હજુપણ યથાવત છે. છેલ્લાં એકાદ દસકથી નશાબંધી અને આબકારી ખાતા (Prohibition and Excise Department Gujarat) માં અનેક ગોટાળા અને રમત ચાલી રહી...
12:10 PM Dec 19, 2023 IST | Bankim Patel

7 પ્યાસીઓનો ભોગ લેનારા ખેડા જિલ્લા (Kheda District) ના ઝેરી સિરપકાંડમાં સીધી રીતે સંડોવાયેલા નશાબંધી વિભાગમાં ચાલતી ગોલમાલ હજુપણ યથાવત છે. છેલ્લાં એકાદ દસકથી નશાબંધી અને આબકારી ખાતા (Prohibition and Excise Department Gujarat) માં અનેક ગોટાળા અને રમત ચાલી રહી છે. ગુજરાતના યુવાનોને આયુર્વેદ સિરપના નામે નશાના રવાડે ચઢાવવામાં નશાબંધી અને ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ (Food and Drugs Department Gujarat) ની જુગલબંધી કારણભૂત હોવાની હકિકત સામે આવી ગઈ છે. આલ્કોહોલ માફિયા (Alcohol Mafia) સાથે નશાબંધી વિભાગના પૂર્વ નાયબ નિરીક્ષક મેહુલ ડોડીયા (Mehul Dodiya) ની ભાગીદારી દ્વારકા જિલ્લા પોલીસ (Dwarka Police) ની તપાસમાં સામે આવી છે. પોલીસ ચોપડે ફરાર મેહુલ ડોડીયા સાથે ગાંધીનગર નશાબંધી ભવનમાં બેસતા અધિકારીઓ-કર્મચારીઓની સાંઠગાંઠ ક્યારેય પણ ઉઘાડી પડી શકે તેમ છે. આ તમામ ઘટનાક્રમની વચ્ચે ગૃહ વિભાગે (Home Department Gujarat) કરેલો એક આદેશ ચર્ચાનો વિષય બન્યો છે.

સિરપકાંડમાં અધિકારીઓ કરોડો કમાયા : દ્વારકા જિલ્લા પોલીસે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કેવી રીતે આયુર્વેદના નામે બીયર પીરસવામાં આવતો હતો તેની પોલ ખોલી નાંખી છે. સેલવાસાની હર્બોગ્લોબલ ફાર્માસ્યુટીકલ કંપની (Herboglobal Pharmaceutical) નો માલિક સંજય શાહ (Sanjay Shah) અને ભાગીદાર સુનિલ કક્કડે (Sunil Kakkad) છેલ્લાં બે વર્ષમાં કરોડો રૂપિયાની નશાયુક્ત સિરપ ગુજરાતમાં ઠાલવી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, રાજકોટ અને કચ્છમાં પણ સિરપ (Intoxicating Syrup) અને નોન આલ્કોહોલિક બીયરનો કારોબાર પૂર જોશમાં રહ્યો છે. સમગ્ર કૌભાંડમાં કાયદાની રમતથી કેવી રીતે બચવું અને કોની-કોની સાથે ગોઠવણ કરવી તે ગાંધીનગર નશાબંધી ભવન (Nashabandhi Bhavan) માં બેસતા અધિકારી અને તેમની ટોળકી કરતી હતી. સ્વૈચ્છીક રાજીનામુ (VRS) લેનારો મેહુલ ડોડીયા એક મહોરૂ હોવાની વાતો સામે આવી રહી છે. નશાબંધીના અધિકારી-કર્મચારી વર્ષે દહાડે આલ્કોહોલ માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હોવાની જાણકારી ગૃહ વિભાગના કેટલાંક અધિકારીઓ ધરાવે છે.

ડોડીયાના VRS પ્રકરણમાં કલાસ-1 અધિકારીનો ખેલ : અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે નાયબ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મેહુલ ડોડીયા સામે 5 નવેમ્બર 2022ના રોજ મોલાસીસના એક પરવાનેદારે લાંચ માગ્યાની ફરિયાદ કરી હતી. નવેમ્બર-2022માં ડોડીયાએ નશાબંધી વિભાગને સ્વૈચ્છીક રાજીનામું ધરી દીધું. જો કે, એમ. એ. ડોડીયાને અમદાવાદ નશાબંધી અધિક્ષક (Prohibition Superintendent Ahmedabad) કચેરીએ રાજીનામા નામંજૂરીનો પત્ર અરજદારને પહોંચતો કર્યો નહીં અને તેનો લાભ મેહુલ ડોડીયાને મળ્યો. 24 જુલાઈ 2023ના રોજ મેહુલ ડોડીયાએ નશાબંધી વિભાગને પત્ર લખી એક મહિનામાં સ્વૈચ્છીક રાજીનામાની કોઈ જાણ કરી નથી અને આ સાથે તેમનું ઓળખપત્ર નશાબંધી ભવન ખાતે મોકલી આપ્યું હતું. આ મામલામાં ગત ઓગસ્ટ મહિનાથી તપાસના નામે નાટક રમાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર નશાબંધી ભવનમાં બેસતા વર્ગ-1 અધિકારી (Class 1 Officer) અમદાવાદના તત્કાલિન નશાબંધી અધિક્ષક આર. એસ. વસાવા (R S Vasava) અને બે દિવસ અધિક્ષકના ચાર્જમાં રહેલા નિરીક્ષક બી. સી. યાદવ (B C Yadav) શંકાના પરિઘમાં છે. સમગ્ર VRS પ્રકરણમાં નશાબંધી ભવનના અધિકારીએ ટોળકીની મદદથી મુખ્ય ભૂમિકા ભજવી છે.

બદનામ યાદવને કલાસ-1નો ચાર્જ : વર્ષ 2011માં અમદાવાદ એરપોર્ટ સર્કલ પર આવેલી ધ ઉમેદ હોટલ (The Ummed Hotel) ની લીકર શોપમાંથી ગેરકાયદેસર દારૂ વેચવાના કેસમાં નશાબંધી નિરીક્ષક બી. સી. યાદવની સંડોવણી સામે આવી હતી. અમદાવાદ પીસીબી (Ahmedabad PCB) લીકર શોપમાં તપાસ કરતા મૃતકોના નામે નીકળેલી કેટલીક હેલ્થ પરમીટ પણ કબજે કરી હતી. આ કેસમાં ભરત યાદવ સહિતના સ્ટાફની સરદારનગર પોલીસે (Sardarnagar Police) ધરપકડ કરી હતી. નશાબંધી વિભાગે બી. સી. યાદવને સસ્પેન્ડ પણ કર્યા હતા. ભરત યાદવ સામે નશાબંધી વિભાગમાં અનેક ફરિયાદ-અરજીઓ થઈ હોવા છતાં ઉચ્ચ અધિકારીઓના મેળાપીપણાથી ક્લીનચીટ આપી દેવામાં આવતી હોવાની ચર્ચા છે. વર્ગ-3 નિરીક્ષકના પદ પર રહેલા બી. સી. યાદવને ગત 9 ડિસેમ્બરના રોજ ગૃહ વિભાગે વર્ગ-1 નશાબંધી અધિક્ષક અમદાવાદનો વધારોનો ચાર્જ તાત્કાલિક અસરથી સોંપ્યો છે.

લાખો રૂપિયાનો વહીવટ થયો ? : નશાબંધી વિભાગમાં દોઢેક દાયકાથી દબદબો ભોગવતા ભરત સી. યાદવ ગૃહ વિભાગમાં પણ ગોઠવણ ધરાવે છે. વર્ગ-3ના કર્મચારી હોવા છતાં તેમને વારંવાર વર્ગ-1માં આવતા અધિક્ષકનો ચાર્જ સોંપવામાં આવે છે. નશાબંધી વિજિલન્સ અમદાવાદ વિભાગમાં વર્ષોથી નિરીક્ષકનું સ્થાન ભોગવતા યાદવ પાસે આસિસ્ટન્ટ નોડલ IT શાખા નિયામક કચેરી ગાંધીનગર અને ગ્રેઈનસ્પાન ડીસ્ટીલરી ઈન્સ્પેક્ટર (Grainspan Distillery Inspector) નો વધારાનો ચાર્જ અગાઉથી જ ધરાવે છે. નશાબંધી અધિક્ષક અમદાવાદનો વધારોનો ચાર્જ ભરત યાદવને આપવા માટે ગૃહ વિભાગમાં લાખો રૂપિયાનો વહીવટ થયો હોવાની વાતો ચર્ચાના ચગડોળે ચઢી છે.

આ પણ વાંચો - Ahmedabad Airport : સોનાની દાણચોરીમાં પાઈલોટની સંડોવણી, પોલીસ ભાગીદાર બની

આ પણ વાંચો - રમતગમતમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ કરાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad PCBAlcohol MafiaB C YadavBankim PatelBankim Patel JournalistBankim Patel ReporterBharat YadavDwarka PoliceFood and Drugs Department GujaratGrainspan Distillery InspectorGrainspan NutrientsGrainspan Nutrients Pvt LtdGujarat FirstHerboglobal PharmaceuticalHome Department Gujaratintoxicating syrupKheda districtM A DodiyaMehul DodiyaNashabandhi Bhavanprohibition and excise department gujaratProhibition Department GangProhibition Superintendent AhmedabadR S VasavaSanjay ShahSardarnagar PoliceSunil KakkadThe Ummed HotelVRS Issueકેમિકલકાંડગૃહ વિભાગનશાબંધી વિભાગમિથેનોલકાંડલઠ્ઠાકાંડસિરપકાંડ
Next Article