ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

Diamond League : Final માં Neeraj Chopra 1 સેન્ટિમીટરથી ચૂક્યો ગોલ્ડ

ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજ ચોપરા બીજા નંબર પર નીરજ ચોપરા ગોલ્ડમાં 1 સેન્ટિમીટરથી ચૂક્યો  નીરજ ચોપરાએ ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો થ્રો કર્યો હતો   Diamond League final: જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરા (Neeraj Chopra)ડાયમંડ લીગ(Diamond league )માં ગોલ્ડ 1...
07:40 AM Sep 15, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
Neeraj Chopra wins silver

 

Diamond League final: જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરા (Neeraj Chopra)ડાયમંડ લીગ(Diamond league )માં ગોલ્ડ 1 સેન્ટિમીટરથી ચૂકી ગયો અને તેને સિલ્વર (Silver)મેડલથી સપડવું પડ્યું. બ્રસેલ્સના કિંગ બાઉડોઈન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નીરજ ચોપરા 87.87ના થ્રો સાથે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સથી માત્ર એક સેન્ટિમીટર પાછળ પડી ગયો હતો. નીરજ ચોપરાએ ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો થ્રો કર્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.97 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો.

 

એન્ડરસનનું શાનદાર પ્રદર્શન

નીરજ ચોપરા ફાઇનલમાં માત્ર એક સેન્ટિમીટરથી ચૂકી ગયો અને ટાઇટલ જીતી શક્યો નહીં. ગ્રેનાડાના એન્ડરસને 87.87 મીટરના થ્રો સાથે ભાલા ફેંકનો ખિતાબ જીત્યો હતો. નીરજે કુલ 6 પ્રયાસો કર્યા પરંતુ માત્ર 3 વખત 85 થી વધુ ફેંકવામાં સફળ રહ્યો. જોકે તે પીટર્સથી આગળ નીકળી શક્યો નહોતો. અંતિમ રાઉન્ડમાં નીરજે પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો પરંતુ તે પીટર્સથી પાછળ રહી ગયો અને ટાઈટલ જીતવાથી ચુકી ગયો.

આ પણ  વાંચો  -Beer And wine અહીંયા મેચ દરમિયાન પાણી કરતા પણ સસ્તી કિંમતે મળશે

ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજ ચોપરાના તમામ થ્રો

આ પણ  વાંચો  -IND vs PAK Match: હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીએ કર્યું કમાલ

એન્ડરસને તેનું પ્રથમ ટાઇટલ જીત્યું

એન્ડરસન પીટર્સે પ્રથમ વખત ડાયમંડનો (Neeraj Chopra wins Silve)ખિતાબ જીત્યો હતો. તેણે ગયા મહિને પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીરજે આ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પીટર્સ બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂક્યો છે. તેણે વર્ષ 2019 અને 2022માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિવાય તેણે કોમનવેલ્થ ગેમ્સમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 93.07 મીટરનો તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો છે.

આ પણ  વાંચો  -Happy Birthday Suryakumar Yadav: બનારસની ગલીઓથી લઇને સ્ટાર બનવા સુધીની સફર!

 

ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં તમામ ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો

Tags :
Anderson petersCricket Newsdiamond league finaldiamond league final 2024diamond-leagueinter miamiinter miami vs philadelphiamlsNeeraj Chopraneeraj chopra final matchesneeraj chopra on diamond league final 2024