ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોનીનું મેદાનમાં આવવું સ્ટેડિયમમાં બેઠેલા લોકો માટે ખતરનાક, મળી ચેતવણી

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) જ્યારે પણ મેદાનમાં બેટિંગ કરવા માટે આવે છે તેના ફેન્સ ધોની-ધોનીના નારા (Dhoni-Dhoni slogans) લગાવવાનું શરૂ કરી દે છે. આવું ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની તમામ મેચમાં જોવા મળી રહ્યું છે. આટલો પ્રેમ...
01:28 PM Apr 20, 2024 IST | Hardik Shah
Mahendra Singh Dhoni

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) જ્યારે પણ મેદાનમાં બેટિંગ કરવા માટે આવે છે તેના ફેન્સ ધોની-ધોનીના નારા (Dhoni-Dhoni slogans) લગાવવાનું શરૂ કરી દે છે. આવું ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની તમામ મેચમાં જોવા મળી રહ્યું છે. આટલો પ્રેમ ક્રિકેટમાં બહું ઓછા લોકોને મળે છે. થોડા દિવસો પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ (Chennai Super Kings and Kolkata Knight Riders) ની મેચ દરમિયાન પણ કઇંક આવું જ જોવા મળ્યું હતું. ત્યારે વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલે (Andre Russell) સ્ટેડિયમનો અવાજ સાંભળીને પોતાના કાન ઢાંકવા પડ્યા હતા. આવું જ કઇંક હૈદરાબાદ સામે બેટિંગ કરવા આવ્યો ત્યારે અને તે પછી લખનૌની મેચમાં પણ કઇંક આવું જ જોવા મળ્યું હતું. ત્યારે હવે આ મેચ બાદ એક મોટી ચેતવણી આપવામાં આવી છે.

MS Dhoni

ધોની મેદાનમાં આવે એટલે ફેન્સ ખૂબ કરે છે ઘોંઘાટ

એક સમય હતો જ્યારે ઈન્ડિયન ક્રિકેટ ટીમની વાત થાય તો સૌથી પહેલા સચિન તેડુંલકરની વાત થતી હતી. પણ આજે સમય બદલાઈ ગયો છે. આજેસ્ટેડિયમમાં ધોની-ધોનીના નારા ગુંજતા સંભળાઈ જાય છે. ધોનીના મેદાનમાં બેટિંગ કરવા ઉતરતા જ તેના ફેન્સનો અવાજ વધી જાય છે. સ્ટેડિયમમાં ધોની-ધોનીનો અવાજ એ લેવલ સુધી વધી જાય છે કે સ્માર્ટવોચમાં ચેતવણી દેખાવા લાગે છે. જીહા, દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ક્વિન્ટન ડી કોક કે જેઓ લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમે છે તેમની પત્ની, ચેન્નઈ સામેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતી. તેણે પહેરેલી સ્માર્ટવોચ પર એક ચેતવણી દેખાવા લાગી કે અવાજ ખૂબ જ વધારે છે, તેનાથી કાનને ખતરો થઈ શકે છે.

Dhoni

ડી કોકની પત્નીએ મેચ બાદ કહ્યું કે, જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે સ્ટેડિયમમાં ખૂબ જ ઘોંઘાટ હતો, જો આ અવાજ 10 મિનિટ સુધી સંભળાય તો કાનને નુકસાન થઈ શકે છે. તેણે પોતે જ કહ્યું હતું કે તેણે પહેરેલી ઘડિયાળ પર વારંવાર ચેતવણી આપવામાં આવી રહી હતી. તેણે ડરામણા મેસેજનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ધોની જ્યારે બેટિંગ કરવા માટે આવ્યો ત્યારે લખનૌમાં ચાહકો એટલા ઉત્સાહિત થઈ ગયા કે જાણે કે તેઓ ધોનીને બેટિંગ કરતા જોવા માટે રાહ જોઈ રહ્યા હોય. ડી કોકની પત્ની સાશાએ ખુલાસો કર્યો કે, ધોનીના આગમન સમયે સ્ટેડિયમનો સાઉન્ડ લેવલ ઘણો ઉંચો થઈ ગયો હતો.

માહી આવે ત્યારે ચાહકો શા માટે અવાજ કરે છે?

IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોનીનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. આ IPL પહેલા સ્ટેડિયમમાં આટલો ઘોંઘાટ સંભળાયો ન હતો, પરંતુ આ વખતે ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. તેનું કારણ કદાચ એ છે કે આ સીઝન IPL 2024 માહી માટે છેલ્લી સીઝન હોઈ શકે છે. ધોની પહેલા જ કેપ્ટન્સી છોડી ચૂક્યો છે, હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે માહી હવે IPLમાંથી નિવૃત્તિ લઈ શકે છે, તેથી જ તેણે કેપ્ટન્સી છોડી દીધી છે. આવી સ્થિતિમાં, ચાહકો પણ સારી રીતે જાણે છે કે તેમની પાસે માત્ર થોડી જ મેચ બાકી છે જ્યારે તેઓ માહીને બેટિંગ કરતા જોઈ શકે છે. આ જ કારણ છે કે જ્યારે પણ ધોની મેદાન પર આવે છે ત્યારે ફેન્સ ધોની-ધોનીના નારા લગાવવા લાગે છે.

આ પણ વાંચો - Shubman Gill ની ગર્લફ્રેંડ મળી ગઇ? સ્ક્રીન પર તસ્વીર જોઇને શરમાઇ ગયો ખેલાડી

આ પણ વાંચો - LSG vs CSK : લખનૌની ટીમ જીતના પાટા પર આવી, ચેન્નઈને 8 વિકેટે હરાવ્યું, જુઓ હવે શું છે Points Table ની સ્થિતિ

Tags :
Cricket NewsCSKCSK vs LSGdhoniDhoni-Dhoni slogansDhoni's entryIPL 2024ipl 2024. ipl newsLSGLSG vs CSKMahendra singh DhoniMahendra Singh Dhoni NewsMS DhoniMS Dhoni NewsQuinton De KockQuinton De Kock wifeSasha De Kockwarning
Next Article