ધોનીના નામે IPL માં વધુ એક રેકોર્ડ, આમ કરનાર ટૂર્નામેન્ટનો બન્યો પ્રથમ ખેલાડી
મહેન્દ્રસિંહ ધોની (Mahendrasingh Dhoni) મેદાનમાં હોય અને કોઇ રેકોર્ડ ન બને તેવું કેવી રીતે બની શકે? જી હા, એકવાર ફરી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. ભલે તે આ IPL માં બેટિંગથી કોઇ ખાસ પ્રભાવ પાડી ન શક્યો હોય પરંતુ તેણે 41 ની ઉંમરમાં પણ સાબિત કરી બતાવ્યું છે કે, વિકેટ પાછળ આજે પણ તેને માત આપનાર કોઇ નથી.
ધોનીએ SRH ના કેપ્ટન એડન માર્કરામનો કેચ પકડીને આ ખાસ સિદ્ધિ મેળવી
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ IPL 2023 ની 29 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમે 7 વિકેટે જીત મેળવી લીધી છે. આ મેચમાં પહેલા રવિન્દ્ર જાડેજા અને બાદમાં ડેવિન કોનવેએ શાનદાર પ્રદર્શન કરી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, બીજી તરફ મહેન્દ્રસિંહ ધોનીને આપણે કેવી રીતે ભૂલી શકીએ. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે હવે T20 ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ કેચ ધરાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે IPL માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) નો હિસ્સો રહેલા દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકને પાછળ છોડ્યો છે. ધોનીએ SRH ના કેપ્ટન એડન માર્કરામનો કેચ પકડીને આ ખાસ સિદ્ધિ મેળવી હતી. જણાવી દઈએ કે, આ મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું અને સિઝન-16ની પોતાની ચોથી મેચ જીતી લીધી. ચેન્નઈની જીત બાદ પ્રેઝન્ટેશન સમયે ધોનીએ પોતાની ઉંમરને લઇને જે કહ્યું તે સાંભળી સામે ઉભેલા હર્ષા ભોગલે પણ ચોંકી ગયા હતા.
In his own style, @msdhoni describes yet another successful day behind the stumps 👏
And along with it, shares a special Rahul Dravid story and admiration for @sachin_rt 😃#TATAIPL | #CSKvSRH pic.twitter.com/4gL8zU9o9v
— IndianPremierLeague (@IPL) April 21, 2023
એડન માર્કરામનો કેચ પકડવાની સાથે જ ઈતિહાસ રચાઈ ગયો
ધોનીએ હૈદરાબાદ વિરુદ્ધ પોતોનો જાદુ બતાવ્યો હતો. એવું ભાગ્યે જ બને કે કોઇ બેટ્સમેન બહાર આવીને શોટ રમે અને તે ચુકી જાય અને ધોનીના હાથે બચી જાય. મયંક અગ્રવાલે જાડેજાના બોલ પર આગળ આવીને રમવાનો પ્રયત્ન કર્યો અને ધોનીએ બોલ પકડી તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો. મેચની શરૂઆત પહેલા નંબર વન પર ધોની અને ડી કોક બરાબરી પર હતા. બંનેએ T20 ક્રિકેટમાં કુલ 207 કેચ લીધા છે. આ મેચમાં ધોનીએ મહેશ તિક્ષાના બોલ પર એડન માર્કરામનો કેચ પકડ્યો હતો, ત્યારબાદ તેણે ડી કોકને પાછળ છોડીને પ્રથમ સ્થાન કબજે કર્યું હતું. આ કેચ સાથે, CSK સુકાની T20 ક્રિકેટમાં કીપર તરીકે સૌથી વધુ કેપ ધરાવતો ખેલાડી બની ગયો. ધોનીએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં વિકેટ કીપર તરીકે અત્યાર સુધીમાં 208 કેચ લીધા છે. તેણે આ યાદીમાં 207 કેચ પકડનાર ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો છે. ટોપ 5માં ધોની એકમાત્ર ભારતીય નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિકેટકીપર દિનેશ કાર્તિક આ યાદીમાં ધોનીથી માત્ર ત્રણ કેચ પાછળ છે.
Cricket’s Hand of God. 🦁✨#WhistlePodu #Yellove #CSKvSRH 💛 pic.twitter.com/ask3N3JXDQ
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2023
T20 ક્રિકેટમાં બન્યો બાદશાહ
મહેન્દ્ર સિંહ ધોની હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર બની ગયો છે. T20 ક્રિકેટમાં તેણે 208 કેચ પકડ્યા છે. તેણે ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો છે. ડી કોકના નામે 209 કેચ છે. ત્રીજા નંબર પર દિનેશ કાર્તિક છે. તેણે T20 ક્રિકેટમાં 205 કેચ પકડ્યા છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર
1. મહેન્દ્ર સિંહ ધોની 208 કેચ
2. ક્વિન્ટન ડી કોક - 207 કેચ
3. દિનેશ કાર્તિક - 205 કેચ
4. કામરાન અકમલ - 172 કેચ
5. દિનેશ રામદિન - 150 કેચ
6. મોહમ્મદ રિઝવાન - 146 કેચ
CSKએ ઘણી મેચ જીતી હતી
મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની 240 મેચોમાં 5037 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 છે. આ સાથે જ તેણે 135.77ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ધોનીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે. તે છેલ્લી ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. તેમની કપ્તાનીમાં CSK ટીમે ચાર વખત IPL ટ્રોફી જીતી છે.
આ પણ વાંચો - ચેન્નાઈ સુપર કિંગ્સનો હૈદરાબાદ સામે 7 વિકેટે શાનદાર વિજય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ