chaitri navratri નાં છેલ્લા દિવસે અંબાજી, પાવાગઢ, બહુચરાજી ખાતે વિશેષ પૂજા અર્ચના કરાઈ, ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
- આજે ચૈત્રી નવરાત્રીનો અંતિ દિવસ
- ચૈત્રી નવરાત્રીનાં અંતિમ દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ
- અંબાજી, ડાકોર, બહુચરાજી, પાવાગઢ ખાતે માતાજીને વિશેષ શણગાર કરાયો
આજે પણ અંતિમ દિવસે અંબાજી મંદિરમાં ભારે ભીડ
આજે નવરાત્રીનો અંતિમ દિવસ છે. આજે ચૈત્ર સુદ નોમ છે. અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી થઈ હતી. આજે અંતિમ દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સિદ્ધિ વિનાયકની આરતી કર્યા બાદ માતાજીની આરતી શરૂ થાય છે. અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા છે. રેલીગોમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આઠમના હવનમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. જાણીતા સિગર જયકર ભોજક ગબ્બર ખાતે માતાજીના ગરબા કર્યા હતા. મોટી સંખ્યામાં ગબ્બર ખાતે ભક્તો ગરબે ઘુમ્યા હતા.
પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
પંચમહાલ ખાતે રામનવમીનાં પાવન પર્વે યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. માતાજીની મંગળા આરતીમાં મહાકાળી માતાજીના જયઘોષથી મળસ્કે ડુંગર ગુંજી ઉઠ્યો હતો. ચૈત્રી નવરાત્રીનાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શક્તિપીઠ બહુચરાજી માં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ
મહેસાણાના શક્તિપીઠ બહુચરાજીમાં પણ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્રી નવરાત્રી એટલે ઉપાસના અને આરાધનાનું પર્વ છે. માતાજીની આઠમને લઈ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂદેવો દ્વારા ગંગા આરતીની જેમ મહાઆરતીથી માતાજીની આરાધના કરી હતી. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આઠમને લઈ મંદિરમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો. મા બહુચરની આઠમની શાહી સવારી નિજ મંદિરથી નીકળી નગરચર્યા કરી હતી. તેમજ માતાજીને રાત્રે 12 કલાકે નવખંડ પલ્લીનો ભોગ ધરાવાયો હતો. આજે નવખંડ પલ્લીમાં જવારા સહિત વિવિધ પ્રસાદ માતાજીને ધરાવાયો હતો. બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 થી 12 એપ્રિલ દરમ્યાન ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી માઈભક્તો માં બહુચરના પાવનકારી દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.
ભગવાન રણછોડજીને કરાયો શ્રી રામનો વિશેષ શ્રુગાર
યાત્રાધામ ડાકોરમાં આજે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રણછોડજીને શ્રી રામનો વિશેષ શ્રુગાર કરાયો હતો. ભગવાન રણછોડે ભક્તોને રામ દર્શન આપ્યા હતા. ધનુષ્ય બાણ શંખચક્ર, ગદા જેવા શસ્ત્રો ભગવાને ધારણ કર્યા હતા. તેમજ વહેલી સવારે મંગળા આરતીમાં ભગવાનને કેસર પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાનના જન્મ સમય બપોરે 12 કલાકે વિશેષ મહાભોગ ધરાવાયો હતો. તેમજ 56 ભોગની વિશેષ વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવી હતી. હજારો ભક્તો ડાકોર ભગવાનનાં દર્શન કરવા ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ઠાકોરજીને ધ્વજા ચઢાવી ભક્તોએ ધન્યા અનુભવી હતી. તેમજ સાંજે બંને દીપમાળામા 1001 ધી ના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Ram Navami: ગોકુલધામ નાર ખાતે શ્રી રામ જન્મોત્સવની પાવન અને વિશિષ્ટ ઉજવણી કરી
રામ મંદિર ખાતે ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી
ભુજ ખાતે આવેલ રામ મંદિરમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિર ખાતે ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મંદિરને લાઈટિંગ અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. જન્મોત્સવને લઈ રામલલાની વિશેષ પૂજા અને શૃંગાર કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગે શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મંદિરે ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ભકતોએ લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી.
રાજકોટમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું
રાજકોટમાં રામનવમીની શોભાયાત્રા નીકળી હતી. રામનવમીની શોભાયાત્રા નિમિત્તે રાજકોટમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. સદર બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મુસ્લિમ આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાચોઃ Ramnavami: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી, શ્રીરામને કરાયો વિશેષ શણગાર