AAP ના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત, ગૃહમંત્રી વિરુધ્ધ આપ્યું હતું વિવાદિત નિવેદન
સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાહેરસભામાં વિવાદિત નિવેદન મુદ્દે ઉમરા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ગોપાલ ઇટલીયાએ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક સભામાં હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગૃહમંત્રીએ ડ્રગ્સ આવતું રોકવુ જોઈએ. ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. અમે કોઈથી ડરતા નથી. હું પોલીસને અભિનંદન આપું છું. કેમ ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાય છે. રાજ્યના ગૃહ મંત્રીના પણ કાળા હાથ હોઈ શકે.
વધુમાં તમને જણાવી દઈ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ઇટાલિયા પર શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ વિશે કથિત બદનક્ષીભરી ટિપ્પણીઓ બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં ઈટાલિયાએ કથિત રીતે સંઘવીને ડ્રગ્સ સંઘવી અને પાટીલને ભૂતપૂર્વ બુટલેગર તરીકે સંબોધ્યા હતા.
આ બાબતે અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે
गुजरात में आम आदमी पार्टी के शानदार प्रदर्शन से बीजेपी इस कदर बौखलाई है कि अब हमारे गुजरात के नेता गोपाल इटालिया को गिरफ़्तार कर लिया है। बीजेपी का अब बस एक मक़सद है किस तरह आम आदमी पार्टी को ख़त्म किया जाए। एक एक करके सबको जेल में डालेंगे ये लोग।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 17, 2023
ગોપાલ ઇટલીયાની ધરપકડ મુદ્દે અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શનના કારણે ભાજપ સરકાર ગભરાઈ ગઈ છે અને અમારા ગુજરાતના નેતા ગોપાલ ઇટલીયાની અટકાયત કરવામાં આવી છે. ભાજપનું ફક્ત એક જ લક્ષ્ય છે કે આમ આદમી પાર્ટીને કેવી રીતે હરાવવી.
ગોપાલ ઇટલીયાએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે
जब से आम आदमी पार्टी ने गुजरात में अपनी ताक़त दिखाई है तब से सारे भाजपाई डरे हुए है।
किसी न किसी तरीक़े से ये भ्रष्ट भाजपाई आम आदमी पार्टी को ख़त्म करना चाहते है लेकिन हम लोग @ArvindKejriwal के ईमानदार सिपाही है, जेल या मुक़दमे से डरेंगे नहीं।
हम यूँही लड़ते रहेंगे, जीतेंगे। https://t.co/07zk1vB8ji
— Gopal Italia (@Gopal_Italia) April 17, 2023