Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ડેન્માર્કના PM પર થયો જીવલેણ હુમલો

Danish Prime Minister Assaulted Publically : ડેનમાર્કથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન (Mette Frederiksen) પર હુમલાખોરે હુમલો (attacked by an assailant) કર્યો હતો. તેમનું માથું રોડ પર અથડાતા બચી ગયું હતું. જોકે, આ હુમલામાં સદનસીબે...
05:13 PM Jun 08, 2024 IST | Hardik Shah
Danish Prime Minister Assaulted Publically

Danish Prime Minister Assaulted Publically : ડેનમાર્કથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન (Mette Frederiksen) પર હુમલાખોરે હુમલો (attacked by an assailant) કર્યો હતો. તેમનું માથું રોડ પર અથડાતા બચી ગયું હતું. જોકે, આ હુમલામાં સદનસીબે તેમને કોઇ મોટી ઈજાઓ થઇ નથી. આ ઘટના શુક્રવારે બની હતી. જણાવી દઇએ કે, જ્યારે વડાપ્રધાન મધ્ય કોપનહેગનમાં એક કાર્યક્રમમાં હતા ત્યારે અચાનક એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો. આ હુમલા બાદ પોલીસે હુમલાખોરને પકડી લીધો છે અને ધરપકડ કરી છે. હવે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

હુમલાખોરની ધરપકડ

મળી રહેલી માહિતી અનુસાર, કોપનહેગનમાં જ્યારે ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિાન તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વડાપ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલાખોરની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાથી વડાપ્રધાન આઘાતમાં છે. રિટ્ઝાઉ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનને ગંભીર ઈજા થઈ નથી. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પકડાઈ ગયો હતો. વડાપ્રધાન આવા હુમલાથી ચોંકી ગયા છે. કોપનહેગન પોલીસ અને ડેનમાર્કની નેશનલ સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સ એજન્સીએ આ કેસ વિશે વધુ માહિતી જાહેર કરી નથી.

હુમલાથી PM તણાવમાં

વડાપ્રધાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, તેમણે PM મેટ્ટે પર હુમલો કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હુમલા બાદ વડાપ્રધાન તણાવમાં જોવા મળ્યા હતા. ઘટના સ્થળની નજીકના એક આંતરછેદ પર બરિસ્ટા તરીકે કામ કરતા સોરેન કજેરગાર્ડે જણાવ્યું હતું કે હુમલા પછી તેમણે વડાપ્રધાનને સુરક્ષા કર્મચારીઓ દ્વારા ઘેરી લેતા જોયા હતા. યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં ડેન્સના મતદાનના બે દિવસ પહેલા આ હુમલો થયો છે.

દિગ્ગજ નેતાઓએ હુમલાની નિંદા કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેનિશ પર્યાવરણ મંત્રી મેગ્નસ હ્યુનિકે વડાપ્રધાન પર હુમલા પર ચિંતા વ્યક્ત કરી અને તેમના X હેન્ડલ પર એક ટ્વિટ લખ્યું. જેમાં તેમણે કહ્યું હતું કે, મેટ્ટે સ્વાભાવિક રીતે હુમલાથી ચોંકી ગયા હતા. વડાપ્રધાન પરના હુમલાએ આપણને બધાને હચમચાવી દીધા છે. EU નેતાઓ ચાર્લ્સ મિશેલ, રોબર્ટા મેટઝોલા અને ઉર્સુલા વોન ડેર લેયેને ફ્રેડરિકસેન પરના હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે રાજનીતિમાં હિંસાને કોઈ સ્થાન નથી. આવા કાયરતાપૂર્ણ કૃત્યો યુરોપિયન મૂલ્યો અને માન્યતાઓ વિરુદ્ધ છે. ફ્રેડરિક્સન 2019માં ડેનમાર્કના સૌથી યુવા વડાપ્રધાન બન્યા. 2022ની સામાન્ય ચૂંટણીમાં જીત બાદ તેમનું પદ અકબંધ છે. કોપનહેગન પોલીસે હુમલાખોરને સ્થળ પર જ પકડી લીધો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે છેલ્લો હુમલો કોની સૂચનાથી કર્યો હતો?

સ્લોવાકિયાના PM પર પણ થયો હતો હુમલો

માત્ર ત્રણ અઠવાડિયા પહેલા સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર પણ જીવલેણ હુમલો થયો હતો. આ જીવલેણ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને ઘણી વખત ગોળી વાગી હતી. જોકે, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પણ હવે રજા આપવામાં આવી છે. ડેનિશ પર્યાવરણ પ્રધાન મેગ્નસ હ્યુનિકે ટ્વિટર પર કહ્યું: "PM મેટ્ટે આ હુમલા પછી સ્વાભાવિક રીતે આઘાત અનુભવ્યો છે. આ એક એવો હુમલો છે જેણે અમને બધાને આંચકો આપ્યો છે.

આ પણ વાંચો - Russia : નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓના મોત, મૃતકોમાં 2 છોકરીઓનો સમાવેશ…

આ પણ વાંચો - માફ કરો… 1800 કરોડ પણ લઇ લો, જેલેન્સ્કીને બાઇડને કેમ તેવું કહેવું પડ્યું, જાણો સમગ્ર માહિતી

Tags :
Attack on Danish Prime MinisterCOPENHAGENCopenhagen NewsDANISH PM ATTACKED IN COPENHAGENDANISH PM METTE FREDERIKSENDANISH PM METTE FREDERIKSEN ATTACKEDDanish Prime MinisterDanish Prime Minister Mette FrederiksenDENMARK PRIME MINISTER METTE FREDERIKSENDenmark's PM was fatally attackedelection campaignGujarat FirstMETTE FREDERIKSENMette Frederiksen Assaultpolice arrested the attackerPrime Minister Assaultworld news
Next Article