Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં કેનેડિયન દુતાવાસ બહાર પ્રદર્શન, બેરીકેડ્સ તોડ્યા, બ્રેમ્પટન ઘટનાના પડઘા

Delhi Hindu Sikh Unity Protest ; હિંદુ સિખ ગ્લોબલ ફોરમના પ્રદર્શનકર્તાઓએ કેનેડિયન હાઇકમાન્ડ તરફ રેલી કાઢીને વિરોધ કર્યો હતો.
દિલ્હીમાં કેનેડિયન દુતાવાસ બહાર પ્રદર્શન  બેરીકેડ્સ તોડ્યા  બ્રેમ્પટન ઘટનાના પડઘા
Advertisement
  • કેનેડામાં સતત હિંદુ વિરોધી ઘટનાઓથી ભારત ચિંતિત
  • ભારતીય શીખ અને હિંદુ સમુદાયમાં ઘટનાઓના પગલે ચિંતા
  • હિંદુ શીખ ગ્લોબલ ફોરમ દ્વારા પ્રદર્શન કરીને વિરોધ કરવામાં આવ્યો

Delhi Hindu Sikh Unity Protest ; હિંદુ સિખ ગ્લોબલ ફોરમના પ્રદર્શનકર્તાઓએ કેનેડિયન હાઇકમાન્ડ તરફ માર્ચ કાઢી હતી. આ દરમિયાન તેમણે પોલીસ બેરિકેડ્સ પણ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

કેનેડામાં ઘટી રહેલી ઘટનાના ભારતમાં પડઘા

નવી દિલ્હી ખાતે આવેલા કેનેડિયન હાઇકામન્ટ સામે રવિવારે હિંદુ અને સિખ સંગઠનોના કાર્યકર્તાઓએ જોરદાર પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શન કેનેડાના બ્રેંપટનમાં એક હિંદૂ મંદિર પર હુમલા બાદ કરવામાં આવ્યું, જેમાં ખાલિસ્તાન સમર્થક જુથે મંદિરની બહાર તોડફોડ કરી અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.આ ઘટના બાદ દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલા કેનેડિયન મિશનની સામે સુરક્ષા વધારવામાં આવી. જેમાં દિલ્હી પોલીસે મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યા અને અનેક સ્તરનું બેરિકેડિંગ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો : Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ

Advertisement

કેનેડિયન કાઉન્સ્યુલેટની બહાર રેલી

હિંદુ સિખ ગ્લોબલ ફોરમે પ્રદર્શન કરીને કેનેડિયન હાઇકમાન્ડ તરફ માર્ચ કાઢી હતી અને આ દરમિયાન તેમણે પોલીસ બેરિકેડ્સ પાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકર્તાઓએ હિંદુ-શીખ એક છે અને ભારત પોતાના મંદિનોનું અપમાન સહન નહીં કરે જેવા નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો : પ્રેમી બહાર રહેતો હતો અને મહિલા 3 વખત પ્રેગનેન્ટ થઇ, સમગ્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

બ્રેંપટન મંદિરની બહારની ઘટનાથી આક્રોશ

આ પ્રદર્શન તે ઘટનાઓના વિરોધમાં કરવામાં આવ્યું, જ્યારે બ્રેમ્પટન હિંદુ સભા મંદિરની બહાર ઘટના બની હતી. ત્યાં 4 નવેમ્બરે એક કાઉન્સેલર કેમ્પ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ ભક્તો પર હુમલો કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી અને તેને ઇરાદાપુર્વકનો હુમલો ગણાવ્યો હતો. ભારતીય રાજદ્વારીઓને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. બ્રેંપટનમાં આ ઘટા બાદ જ ત્યાંથી હિંદૂ શીખ સમુદાયમાં આક્રોશ દેખાયો. મોટા પ્રમાણમાં પ્રદર્શન થયા. આ ઉપરાંત મિસિસાગામાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. આ કેનેડિયન પોલીસ અધિકારી, હરિંદર સોહીને એક ખાલિસ્તાન સમર્થક રેલીમાં ભાગ લેવા અને ભારત વિરોધી નારા લગાવવા માટે હાંકી કાઢ્યો હતો.

આ પણ વાંચો : મંદી વચ્ચે પણ આ કંપનીના રોકાણકારોએ છાપ્યા 57000 કરોડ રૂપિયા

કેનેડિયન પોલીસની કાર્યવાહી, ખાલિસ્તાની સમર્થકની ધરપકડ

કેનેડિયન અધિકારીઓએ આ હિંસક ઘટના અંગેના ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાંથે એક ઇંદરજીત ગોસલનો સમાવેશ થાય છે. શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ઓપરેટિવ માનવામાં આવે છે. એસએફજે સંગઠન ભારતમાં પ્રતિબંધિત સંગઠન છે. ગોસલને હથયાર સાથે હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: ગોમતીપુરમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે...

Tags :
Advertisement

.

×