કેનેડામાં ભારતીય મૂળના પત્રકાર પર ખાલિસ્તાની સમર્થકોએ કર્યો જીવલેણ હુમલો!
- કેનેડામાં ભારતીય મૂળના પત્રકાર પર હુમલો
- ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હોવાનો આરોપ
- રેડ એફએમ કેલગરીના ન્યૂઝ ડાયરેક્ટર ઋષિ નાગર પર હુમલો
કેલગરીમાં એક ઈન્ડો-કેનેડિયન પત્રકાર પર બે અજાણ્યા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રેડ એફએમ કેલગરીના ન્યૂઝ ડાયરેક્ટર ઋષિ નાગર પર હુમલો થયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરો "ખાલિસ્તાન તરફી" સમર્થકો હતા જેઓ તેમની ચેનલ પરના અહેવાલથી ગુસ્સે થયા હતા. આ હુમલો રવિવારે અલ્બર્ટા પ્રાંતના કેલગરી શહેરમાં થયો હતો.
ખાલિસ્તાની તરફી લોકોએ મારા પર હુમલો કર્યો : ઋષિ નાગર
રેડ એફએમ કેલગરીના ન્યૂઝ ડાયરેક્ટર ઋષિ નાગરે કહ્યું કે, "ખાલિસ્તાની તરફી લોકોએ મારા પર હુમલો કર્યો હતો" કેલગરીમાં દશમેશ કલ્ચરલ સેન્ટર ગુરુદ્વારામાં બનેલી ઘટના અંગેના અહેવાલને પગલે આ હુમલો થયો હતો. આ ઘટનામાં બે ઈન્ડો-કેનેડિયનોની હથિયાર સંબંધિત આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કેલગરી પોલીસના પ્રવક્તાએ રેડ એફએમને જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ગુરસેવક સિંહ અને સુખપ્રીત સિંહ તરીકે થઈ છે. ગુરસેવક સિંઘ પર હથિયાર દર્શાવવા, પરવાનગી વિના હથિયાર રાખવા, પ્રતિબંધિત હથિયાર રાખવા, જાહેર સલામતી માટે જોખમી હથિયાર રાખવા અને આર્મ્સ એક્ટના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુખપ્રીત સિંહ પણ હથિયાર દર્શાવવા સિવાય સમાન આરોપોનો સામનો કરે છે.
આ પણ વાંચો: Zakir Naik in Pakistan : ભારતનો દુશ્મન પહોંચ્યો પાકિસ્તાન! પાક PM એ આપ્યું હતું આમંત્રણ
આંખ અને પગમાં ઈજા
નાગર ચૂંટણી સંબંધિત કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. તેમણે કહ્યું, "જ્યારે હું ઇવેન્ટમાંથી બહાર આવ્યો અને મારી કાર તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે મારા પર હુમલો કરવામાં આવ્યો. મારી ડાબી આંખમાં ઈજા થઈ અને મારો જમણો પગ ઈજાગ્રસ્ત થયો." નાગરે એમ પણ કહ્યું હતું કે હુમલાખોરોમાંથી એકના એક સહયોગીએ ગુરુવારે તેને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવા માટે તેની સાથે સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: ઇઝરાયેલની બહાદુરી જોઈને આ દેશે North Korea ને આપી ધમકી, કહ્યું- 'બધું નષ્ટ કરી દઈશું...'