Junagadh: કલંકિત સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ, હરિભક્તો આવ્યા મેદાનમાં
Junagadh: સ્વામિનારાયણ સંપ્રદાય ઘણા સમયથી વિવાદમાં ચાલી રહ્યો છે. આ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુઓએ સનાતન સંસ્કૃતિને લજવે તેવું કૃત્ય કર્યું છે. આ સાથે સાથે આવા સાધુઓ સામે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જૂનાગઢ (Junagadh)માં નરાધમ સાધુઓને દૂર કરવાની માગ સાથે વિરોદ પ્રદર્શન કરવામાં આવ્યું. નોંધનીય છે કે, જૂના સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ હેઠળ આવતા હરિભક્તોની માગ છે કે, સંપ્રદાયમાંથી લંપટ સાધુઓને દૂર કરવામાં આવે કે જેમણે સંપ્રદાય સહિત સનાતન સંસ્કૃતિને લજવી છે.
સૂત્રો સાથે હરિભક્તોએ પોતાના વિરોધ નોંધાવ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ખાનગી ગુરુકુળો બંધ કરવા માટે પણ હરિભક્તો દ્વારા માંગણી કરવામાં આવી છે. જુનાગઢ (Junagadh)માં હરિભ્કતો દ્વારા હિન્દુ ધર્મ બચાઓ, સ્ત્રી ધનના ત્યાગી ભોગી બની ગયા તેવી સ્લોગનો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સાથે વૈભવી જીવન જીવતા, વ્યભિચારી બનેલા સાધુઓને ભગાઓ અને બાળકોનું શોષણ કરનારા સાધુઓને ભગાઓ જેવા સૂત્રો સાથે હરિભક્તોએ પોતાના વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ અંગે વિવાદ ચાલી રહ્યો છે.
સંપ્રદાયને બચાવવા 500 હરિભક્તોએ ભેગા થઈ માંગણી કરી
આ સાથે હાલના ટ્રસ્ટીઓને દૂર કરવા માટે પણ હરિભક્તો દ્વારા માગ કરવામાં આવી છે. સંપ્રદાયને બચાવવા 500 લોકોએ ભેગા થઈ માંગ કરી હતી. નોંધનીય છે કે, હરિભક્તો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકો આ વિરોધ પ્રદર્શનમાં હાજર જોવા મળ્યો હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રકારે કેટલાક લંપટ સાધુએ અધણ કૃત્ય કરી રહ્યા છે. તેને લઈને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છ. આ સાથે સાથે આ લંપટ સાધુઓએ સનાતન ધર્મને પણ શર્મશાક કર્યો છે. તેથી જૂનાગઢ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો સહિત સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.