Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi : બે કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોલ આવતા જ ખળભળાટ મચ્યો...

દિલ્હી (Delhi)ની બે મોટી કોલેજોને બોમ્બની ધમકી મળી છે. ફોન કોલ્સ દ્વારા લેડી શ્રી રામ કોલેજ અને શ્રી વેંકટેશ્વર કોલેજમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. આ કોલ બાદ હોબાળો મચી ગયો હતો. દિલ્હી પોલીસના અધિકારીઓ અને ફાયર ફાયટર ઘટના...
08:14 PM May 23, 2024 IST | Dhruv Parmar

દિલ્હી (Delhi)ની બે મોટી કોલેજોને બોમ્બની ધમકી મળી છે. ફોન કોલ્સ દ્વારા લેડી શ્રી રામ કોલેજ અને શ્રી વેંકટેશ્વર કોલેજમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી. આ કોલ બાદ હોબાળો મચી ગયો હતો. દિલ્હી પોલીસના અધિકારીઓ અને ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે, અત્યાર સુધી કોઈ પણ કોલેજમાંથી વિસ્ફોટક કે અન્ય ખતરનાક સામગ્રી મળી આવી નથી. આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી (Delhi)માં જાહેર સ્થળે બોમ્બ હોવાની વાત થઇ હોય. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે.

ધમકીઓ આપનારાઓએ આ વખતે તેમની રણનીતિ થોડી બદલી છે. પહેલા ઈમેલ દ્વારા બોમ્બ હોવાનું કહેવાયું હતું. હવે ફોન કોલ દ્વારા આ કર્યું. જો કે, પહેલાની જેમ, આ પણ ખાલી ધમકી સાબિત થઈ અને હજુ સુધી પોલીસને કંઈ મળ્યું નથી.

ઈમેલ પહેલા પ્રાપ્ત થયા હતા...

ધમકીઓ આપનારાઓએ ભૂતકાળમાં ઈમેલ દ્વારા આવું કર્યું છે. છેલ્લા એક મહિનામાં શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટ પર બોમ્બની ધમકીઓ આવી છે. 12 મેના રોજ દિલ્હી (Delhi)ના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી હતી. આ પહેલા સંજય ગાંધી હોસ્પિટલ અને બુરારી હોસ્પિટલમાં પણ ધમકીના મેલ આવ્યા હતા. હોસ્પિટલ પહેલા અનેક શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ થયાની ચર્ચા હતી. દરેક કેસમાં પોલીસે પુરી તકેદારી સાથે સંબંધિત સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય કશું મળ્યું નહોતું. પોલીસ લાંબા સમયથી ધમકી આપનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

દિલ્હીમાં 25 મી મેના રોજ મતદાન...

દિલ્હી (Delhi)ની તમામ સાત લોકસભા બેઠકો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. આના માત્ર બે દિવસ પહેલા જ ધમકીભર્યા ફોન કોલે તમામની ચિંતા વધારી દીધી છે. જો કે, મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશમાં છઠ્ઠા તબક્કાનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે થાય.

આ પણ વાંચો : Chhattisgarh : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓ ઢેર, સર્ચ ઓપરેશન ચાલુ…

આ પણ વાંચો : Swati Maliwal : કેજરીવાલના ઘરે બિભવે માર્યા હતા 7-8 ‘થપ્પડ’, પૂર્વ પતિનું પણ આવ્યું મોટું નિવેદન Video

આ પણ વાંચો : આ રાજ્યોમાં ચક્રવાતી તોફાન ‘Remal’નો ખતરો, 26 મે સુધીમાં બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા…

Tags :
bomb threatsDelhi PoliceFire tendersGujarati NewsIndiaLady Shri Ram CollegeNationalSri Venkateswara College
Next Article