Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકસભામાં દિલ્હી સેવા બીલ પસાર, જાણો શું છે Delhi Ordinance Bill?

દિલ્હી સેવા બિલને લોકસભામાં ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું છે. મતદાન દરમિયાન વિપક્ષના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. મતદાન દરમિયાન જ્યારે સ્પીકર ઓમ બિરલા બોલી રહ્યા હતા ત્યારે AAP સાંસદ સુશીલ કુમાર રિંકુએ શાસક પક્ષના સાંસદો પર કાગળ ફાડી નાખ્યો...
લોકસભામાં દિલ્હી સેવા બીલ પસાર  જાણો શું છે delhi ordinance bill
Advertisement

દિલ્હી સેવા બિલને લોકસભામાં ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું છે. મતદાન દરમિયાન વિપક્ષના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. મતદાન દરમિયાન જ્યારે સ્પીકર ઓમ બિરલા બોલી રહ્યા હતા ત્યારે AAP સાંસદ સુશીલ કુમાર રિંકુએ શાસક પક્ષના સાંસદો પર કાગળ ફાડી નાખ્યો હતો અને આ માટે સુશીલ કુમાર રિંકુને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ પાસ થયા બાદ લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

શું છે મામલો?

દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રે દિલ્હી સરકાર અધિનિયમ 1991 લાગૂ છે જે વિધાનસભા અને સરકારના કામકાજ માટે એક રૂપરેખા આપે છે. વર્ષ 2021માં કેન્દ્ર સરકારે તેમાં સંશોધન કર્યું હતું. જેમાં દિલ્હીમાં સરકારના સંચાલન અને કામકાજને લઈને કેટલાક ફેરફાર કર્યાં હતા. તેમાં ઉપરાજ્યપાલને કેટલાક વધારાના અધિકાર પણ આપ્યા હતા. સંશોધન પ્રમાણે ચૂંટેલી સરકારને કોઈ પણ નિર્ણય લેવા માટે LG નો મત લેવાનો જરૂરી હતો.

Advertisement

શું છે Delhi Ordinance Bill?

મુખ્ય ન્યાયધિશ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી 5 સભ્યોની બંધારણીય બેચે 11 મે ના તેના પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં જમીન, પોલીસ અને કાયદો વ્યવસ્થાને છોડીને અન્ય બધા જ વહીવટી નિર્ણય લેવા માટે દિલ્હીની સરકાર સ્વતંત્ર હશે. અધિકારીઓ અને કર્મચારીઓનું ટ્રાન્સફર અને તેમની પોસ્ટીંગ પણ દિલ્હી સરકાર પોતે કરી શકશે. ઉપરાજ્યપાલ આ ત્રણ મુદ્દાને છોડીને દિલ્હી સરકારના અન્ય નિર્ણયો માનવા માટે બાધ્ય છે. આ નિર્ણય પહેલા દિલ્હી સરકારના તમામ અધિકારીઓના ટ્રાન્સફર અને નિયુક્તિ ઉપરાજ્યપાલ પાસે હતા.

Advertisement

કેન્દ્ર સરકારનો અધ્યાદેશ

કોર્ટના નિર્ણયના એક સપ્તાહ બાદ 19 મેના કેન્દ્ર સરકાર એક અધ્યાદેશ લઈને આવી. કેન્દ્રએ ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ઓર્ડિનેન્સ 2023 લાવીને વહીવટી અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરનો અધિકાર પરત લઈ ઉપરાજ્યપાલને આપી દીધાં. જે બાદ આ અધ્યાદેશ હેઠળ રાષ્ટ્રીય રાજધાની સિવિલ સર્વિસેઝ ઓથોરિટીનું ગઠન કરવામાં આવ્યું. દિલ્હીના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને તેને સભ્ય બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આ ઓથોરિટીના અધ્યક્ષ હશે અને બહુમતિના આધાર પર આ ઓથોરિટી નિર્ણય લેશે. જોકે ઓથોરિટીના સભ્યો વચ્ચે મતભેદ થવા પર દિલ્હીના ઉપરાજ્યપાલના નિર્ણયને જ અંતિમ નિર્ણય માનવામાં આવશે.

સરકાર લોકસભામાં Delhi Ordinance Bill 2023 લાવી

દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટીંગના મામલામાં સુપ્રીમ કોર્ટે જે નિર્ણય સંભળાવ્યો તે કેજરીવાલ સરકારના પક્ષમાં હતો. એવામાં આ કાયદામાં સંશોધન કરીને કે નવો કાયદો બનાવીને જ તેને પલ્ટી શકાય તેમ હતુ. સંસદની કાર્યવાહી તે સમયે ચાલી નહોતી રહી એવામાં કેન્દ્ર સરકારે અધ્યાદેશ લાવીને આ કાયદાને પલ્ટી દીધો. 6 મહિનાની અંદર સંસદના બંને ગૃહોમાં અધ્યાદેશને પસાર કરવો જરૂરી હોય છે તેથી મંગળવારના રોજ સરકાર લોકસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) વિધેયક, 2023 (Delhi Ordinance Bill 2023) લઈને આવી.

જણાવી દઈએ કે, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટમાં પણ ફેરફાર કર્યાં છે. તે હેઠળ એલજીને ઓફિસરોની ટ્રાન્સફર, પોસ્ટિંગ વગેરેમાં અધિકાર આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીની બાબતોમાં નક્કી કરશે કે ઓફિસરોનું કાર્યાલય શું છે? સેલેરી, ગ્રેચ્યૂઈટી, પીએફ વિગેરે નક્કી કરશે. તેમની સત્તા, ફરજ અને પોસ્ટીંગ પણ કેન્દ્ર સરકાર નક્કી કરશે. કોઈ પદ માટે તેમની યોગ્યતા, પેન્ટલ્ટી અને સસ્પેંશન વગેરેની સત્તા પણ કેન્દ્ર પાસે જ હશે.

આ પણ વાંચો : DELHI SERVICES BILL : DELHI સેવા બિલની લોકસભામાં ચર્ચા, અમિત શાહે કહ્યું- કોઈપણ વિષય પર કાયદો બનાવવાનો અધિકાર છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

×

Live Tv

Trending News

.

×