Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi : રાજૌરી ગાર્ડન વિસ્તારના બર્ગર કિંગ આઉટલેટમાં રેપિડ ફાયરિંગ, 1 શખ્સનું મોત

દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ક્રાઈમ સતત વધી રહ્યા છે. ત્યારે હવે પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તાર (Rajouri Garden area) માંથી ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. જ્યા એક બર્ગર કિંગ આઉટલેટ (Burger King outlet) ની અંદર અંગત દુશ્મનાવટના...
07:46 AM Jun 19, 2024 IST | Hardik Shah
Rapid firing at Burger King outlet in Delhi

દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ક્રાઈમ સતત વધી રહ્યા છે. ત્યારે હવે પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તાર (Rajouri Garden area) માંથી ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. જ્યા એક બર્ગર કિંગ આઉટલેટ (Burger King outlet) ની અંદર અંગત દુશ્મનાવટના કારણે ફાયરિંગ (Firing) કરવામાં આવી હતી. લગભગ 10 રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટના બાદ અધિકારીઓ અને દિલ્હી ક્રાઈમ ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ ઘટનાને લગતી માહિતી એકઠી કરવા અને CCTV કેમેરા ચેક કરવા માટે ટીમો બનાવવામાં આવી છે.

સરાજાહેર ફાયરિંગમાં એક શખ્સનું મોત

દિલ્હી ધીમે ધીમે ક્રાઈમ સિટી બનતી જઇ રહી છે. રોજ અહીં કોઇને કોઇ મોટી ઘટના સામે આવતી રહે છે. તાજેતરમાં જ પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તાર (Rajouri Garden area) માંથી ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં એક શખ્સનું મોત થયું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટના પર DCP પશ્ચિમ જિલ્લાએ નિવેદન આપતા કહ્યું કે, રાજૌરી ગાર્ડનમાં બર્ગર કિંગમાં ફાયરિંગ અને એક વ્યક્તિના મોતની ઘટના પ્રકાશમાં આવી છે. અધિકારીઓ અને ક્રાઈમ ટીમ સ્થળ પર છે. માહિતી એકઠી કરવા અને CCTV કેમેરાની ચકાસણી માટે ટીમો બનાવવામાં આવી છે. વધુ માહિતી સમયસર શેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, પરસ્પર ફાયરિંગમાં ઘણી ગોળીબાર થઈ હતી, જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. આ પછી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તેઓ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવી છે.

દિલ્હીમાં ક્રાઈમ હવે સામાન્ય વાત

ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલ્હીથી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રોહિણીના કાંઝાવાલા વિસ્તારમાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પુત્રીનું ગળું કાપીને હત્યા કરી અને તેના મૃતદેહને એક ખેતરમાં ફેંકી દીધો કારણ કે તે પરિવારની મરજી વિરુદ્ધ બીજા છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. પોલીસે જણાવ્યું હતું કે રવિવારે કાંઝાવાલાના ચાંદપુર ગામમાં એક ખેતરમાં મહિલાનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો હતો અને તેના પર ઘણીવાર ઘા કરવામાં આવ્યા હતા.

આ સ્થળોએ બોમ્બની ધમકીઓ મળી

નોંધનીય છે કે આ દિવસોમાં એરપોર્ટ, હોસ્પિટલ અને ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. મંગળવારે CSMIA સહિત દેશભરના 41 એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. જોકે, આ તમામ ધમકીઓ પોકળ સાબિત થઈ છે. તમામ એરપોર્ટ પર મળેલા ધમકીભર્યા મેસેજમાં પણ આ જ નોંધ લખવામાં આવી હતી. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, “હેલો, એરપોર્ટ પર વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે. બોમ્બ જલ્દી ફૂટશે. તમે બધા મરી જશો.” આ તમામ જુઠ્ઠી ધમકીવાળા ઈ-મેઈલની પાછળ KNR Namak, એક ઓનલાઈન ગ્રુપનો હાથ  હોવાની શંકા છે. હાલ પોલીસ આ ઘટનાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો - Mumbai માં વધુ એક લાઈવ મર્ડરની ઘટના વાયરલ, પ્રેમીએ પ્રેમિકાની રસ્તા વચ્ચે કરી ઘાતકી હત્યા…

આ પણ વાંચો - Mumbai : 50 હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ મચ્યો…

Tags :
Burger Kingburger king latest newsdelhi burger king firingdelhi burger king firing newsDelhi CrimeDelhi FiringDelhi NewsGujarat FirstRajouri GardenRajouri Garden Firingseveralshooting outside burger king
Next Article