Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi માં યુવકોએ આ અનોખો કિમીયો અપનાવી 300 કરોડની કરી કમાણી

સંદીપ નામનો વ્યક્તિ નકલી સ્વીડિશ Visa સાથે ઝડપાયો મનોજ મોંગા દર મહિને 30 થી 60 Visa તૈયાર કરતો હતો એક Visa બનાવવા માટે 5 લાખ રૂપિયા પડાવતા હતાં Delhi Police raid : Delhi Police એ નકલી Visa બનાવવાની ફેક્ટરીનો...
delhi માં યુવકોએ આ અનોખો કિમીયો અપનાવી 300 કરોડની કરી કમાણી
  • સંદીપ નામનો વ્યક્તિ નકલી સ્વીડિશ Visa સાથે ઝડપાયો
  • મનોજ મોંગા દર મહિને 30 થી 60 Visa તૈયાર કરતો હતો
  • એક Visa બનાવવા માટે 5 લાખ રૂપિયા પડાવતા હતાં

Delhi Police raid : Delhi Police એ નકલી Visa બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી છેલ્લા પાંચ વર્ષથી Delhi ના તિલક નગર વિસ્તારમાં ચાલી રહી હતી. ફેક્ટરીમાં અત્યાર સુધીમાં 4 થી 5 હજાર નકલી Visa બનાવવામાં આવ્યા છે. એટલે કે 4 થી 5 હજાર લોકો નકલી Visa પર વિદેશ ગયા છે. ત્યારે આ ગેંગના સભ્યોઓએ અત્યાર સુધીમાં કુલ 300 કરોડ કરતા પણ વધારે રૂપિયાની કમાણી કરી છે. ત્યારે આ Delhi Police એ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.

Advertisement

સંદીપ નામનો વ્યક્તિ નકલી સ્વીડિશ Visa સાથે ઝડપાયો

ડીસીપી આઈજીઆઈ ઉષા રંગરાણીના જણાવ્યા અનુસાર, આ વર્ષે 2 સપ્ટેમ્બરે કુરુક્ષેત્રનો રહેવાસી સંદીપ નામનો વ્યક્તિ નકલી સ્વીડિશ Visa પર ઈટાલી જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. આ મુસાફર ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન તે પકડાયો હતો. તો આ સંદીપની પૂછપરછ કરવામાં આવી હતી. તો સંદીપના જણાવ્યા અનુસાર તેના ગામના ઘણા છોકરાઓ નોકરીની શોધમાં આવા આ Visa પર વિદેશ ગયા હતાં. તો સંદીપે એજન્ટ આસિફ અલી મારફતે 10 લાખ રૂપિયામાં Visa મેળવ્યા હતાં. ત્યારબાદ Delhi Police એ આસિફ અલી અને તેના સાથીદારોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Indian Soldiers અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ઘમાસાણનો જુઓ વીડિયો

Advertisement

મનોજ મોંગા દર મહિને 30 થી 60 Visa તૈયાર કરતો હતો

આરોપીઓ પૈકી શિવા ગૌતમે પૂછપરછ દરમિયાન એજન્ટ બલવીર સિંહનું નામ જણાવ્યું હતું. આ પછી પોલીસે બલબીર સિંહ અને જસવિંદર સિંહની ધરપકડ કરી હતી. બંનેએ જણાવ્યું કે મનોજ મોંગા નકલી Visa તૈયાર કરે છે, તેની તિલક નગરમાં ફેક્ટરી છે, જ્યાં ઘણા દેશોના નકલી Visa બને છે. જે બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. તે પછી પોલીસે તિલક નગરમાં દરોડો પાડી મનોજ મોંગાની ધરપકડ કરી હતી. મનોજ મોંગાએ ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું છે. લગભગ 5 વર્ષ પહેલા તેની મુલાકાત જયદીપ સિંહ નામની વ્યક્તિ સાથે થઈ હતી. જયદીપે મનોજને નકલી Visa બનાવવામાં તેની આવડતનો ઉપયોગ કરવા કહ્યું હતું.

Advertisement

એક Visa બનાવવા માટે 5 લાખ રૂપિયા પડાવતા હતાં

Delhi Police ના જણાવ્યા અનુસાર, મનોજ મોંગા દર મહિને 30 થી 60 Visa તૈયાર કરતો હતો. તે માત્ર 20 મિનિટમાં Visa સ્ટીકર તૈયાર કરતો હતો. તો આરોપીઓ એક Visa બનાવવા માટે 5 લાખ રૂપિયા લોકો પાસે પડાવતા હતાં. તો આરોપીઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે ટેલિગ્રામ, સિગ્નલ અને વોટ્સએપનો ઉપયોગ કરતા હતાં. Delhi Police એ આરોપીઓ પાસેથી 18 પાસપોર્ટ, 30 નકલી Visa અને મોટી માત્રામાં Visa બનાવવાની સામગ્રી જપ્ત કરી છે.

આ પણ વાંચો: Rahul Gandhi દેશના નંબર-1 આતંકવાદી હોવાનો શીખ નેતાએ કર્યો દાવો

Tags :
Advertisement

.