Delhi : બોર્ન બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, હોસ્પિટલમાં આગ લાગવાથી સાત નવજાતના મોત...
દિલ્હી (Delhi) પોલીસે વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબી કેર હોસ્પિટલના માલિક નવીનની ધરપકડ કરી છે. ગત દિવસે ત્રણ માળના ન્યૂ બોર્ન બેબી કેરમાં 7 બાળકોના મોત થયા હતા, જે બાદ પોલીસે હોસ્પિટલના માલિક સામે કેસ નોંધ્યો હતો. માહિતી અનુસાર, 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 5 અન્ય બાળકોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે વિવેક વિહારની ન્યુ બોર્ન બેબી કેર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી.
મૃતદેહો સ્વજનોને સોંપ્યા...
મળતી માહિતી મુજબ, જીવ ગુમાવનારા નિર્દોષ લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. નવજાત બાળકોના પરિવારજનોએ સરકારને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. નવજાત બાળકોના સંબંધીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલના અધિકારીઓએ એક અઠવાડિયામાં 1 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરી હતી પરંતુ સુરક્ષાના નામે હોસ્પિટલમાં કશું જ નથી.
Delhi New Born Baby Care Hospital incident | Delhi Police arrested Naveen Kichi, the owner of the Baby care centre.
6 newborn babies died and several others were injured after a fire broke out at the Newborn Baby Care Hospital in Vivek Vihar last night. pic.twitter.com/LnIkoAN19G
— ANI (@ANI) May 26, 2024
ઓક્સિજન સિલિન્ડરમાં પણ વિસ્ફોટ થયો હતો...
મળતી માહિતી મુજબ, ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી, ત્યારપછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની દુકાનો અને ઈમારતોને લપેટમાં લીધી હતી. દિલ્હી (Delhi) ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, રાત્રે 11.32 વાગ્યે ન્યૂ બોર્ન બેબી કેર હોસ્પિટલમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને 12 બાળકોને બચાવી લીધા હતા. 5 બાળકોને પૂર્વ દિલ્હી (Delhi)ની એડવાન્સ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#WATCH दिल्ली: विवेक विहार इलाके में नवजात शिशु देखभाल अस्पताल में आग लगने की घटना पर DCP शाहदरा सुरेंद्र चौधरी ने कहा, "घटना में 6 बच्चों की मौत हो गई है... हमें पता चला कि अस्पताल की NOC भी 31 मार्च को समाप्त हो गई थी और अस्पताल को 5 बेड तक की अनुमति थी लेकिन उन्होंने 10 से… pic.twitter.com/K9WD5rUJJa
— ANI_HindiNews (@AHindinews) May 26, 2024
2 અન્ય ઈમારતોને પણ નુકસાન થયું હતું...
માહિતી આપતાં ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલેએ જણાવ્યું કે, 'રાત્રે 11:32 વાગ્યે ફાયર સર્વિસ કંટ્રોલ રૂમને માહિતી મળી કે હોસ્પિટલમાં આગ લાગી છે. જે બાદ કુલ 16 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ આગથી અન્ય બે ઈમારતો પણ પ્રભાવિત થઈ છે.
આ પણ વાંચો : Swati Maliwal નો ગંભીર આરોપ, કહ્યું- ‘મને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે…’
આ પણ વાંચો : Delhi : 16 ગાડીઓમાં આગ અને વિસ્ફોટના અવાજ, આવું હતું વિવેક વિહારમાં આગનું દ્રશ્ય…
આ પણ વાંચો : ‘Remal’ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું, બંગાળના કિનારે સર્જી શકે છે તબાહી…