Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં ABVP વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

Delhi Coaching Flood: Delhi ના જૂના રાજેન્દ્ર નગરમાં Raus IAS Coaching center માં 27 જુલાઈની સાંજે થયેલા અકસ્માતને લઈને ABVP ના કાર્યકરોએ મેયર શૈલી ઓબેરોયના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન Police એ વિરોધ પ્રદર્શનકર્તા પર લાઠીચાર્જ કર્યો...
દિલ્હીમાં abvp વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન  પોલીસે કર્યો લાઠીચાર્જ

Delhi Coaching Flood: Delhi ના જૂના રાજેન્દ્ર નગરમાં Raus IAS Coaching center માં 27 જુલાઈની સાંજે થયેલા અકસ્માતને લઈને ABVP ના કાર્યકરોએ મેયર શૈલી ઓબેરોયના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન Police એ વિરોધ પ્રદર્શનકર્તા પર લાઠીચાર્જ કર્યો હતો. ABVP ના વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે શેલી ઓબેરોયના ઘરની બહાર અફરાતફરા મચી ગઈ હતી. તે ઉપરાંત શેલી ઓબેરોયના ઘરની બગાર કાળો રંગ પણ લગાવવામાં આવ્યો હતો.

Advertisement

  • વિરોધીઓને કાબૂમાં રાખવામાં માટે પોલીસ બંદોબસ્ત તૈનાત

  • જે પણ દોષિત છે તેને બક્ષવામાં નહીં આવે

  • અકસ્માતની તપાસ માટે અનેક ટીમો બનાવી છે

ABVP ના વિદ્યાર્થીઓ Municipal Corporation of Delhi ના વિરોધમાં મેયરના આવાસની બહાર એકઠા થયા હતાં. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ બધું MCD ની બેદરકારીને કારણે થયું છે. રાજકીય પાર્ટી AAP, CM અરવિંદ કેજરીવાલ અને Delhi મેયર શેલી ઓબેરોય વિરુદ્ધ ABVP ના વિદ્યાર્થીઓ નારા લગાવીને રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ત્યારે તાત્કાલિક ધોરણે તેમને કાબૂમાં રાખવામાં માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું હતું.

જે પણ દોષિત છે તેને બક્ષવામાં નહીં આવે

Advertisement

જોકે Delhi સરકારે કોચિંગ સેન્ટરના Basement માં બનેલી ઘટના પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. Delhi સરકારના મંત્રી આતિશીએ મુખ્ય સચિવને તાત્કાલિક મેજિસ્ટ્રિયલ તપાસ શરૂ કરવા અને 24 કલાકમાં રિપોર્ટ સુપરત કરવા અલ્ટીમેટમ આપ્યું છે. મંત્રી આતિશીએ મુખ્ય સચિવને કહ્યું કે જેની બેદરકારીથી આ ઘટના બની છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે પણ દોષિત છે તેને બક્ષવામાં નહીં આવે.

અકસ્માતની તપાસ માટે અનેક ટીમો બનાવી છે

તમને જણાવી દઈએ કે વરસાદ બાદ Delhi ના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં Raus IAS Coaching center ના Basement માં પાણી ભરાવાને કારણે સાંજે એક દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતાં. આ કેસમાં Police એ એફઆઈઆર નોંધી છે અને અકસ્માતની તપાસ માટે અનેક ટીમો બનાવી છે. Police એ કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને સંયોજકની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Raus IAS Coaching center માં 3 વિદ્યાર્થીઓના મૃત્યુ માટે કોણ જવાબદાર?

Tags :
Advertisement

.