Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi liquor scam : કોર્ટે કવિતાની અરજી ન સાંભળી, 23 એપ્રિલ સુધી જેલમાં રહેશે...

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કે. કવિતાની વચગાળાની જામીન અરજી પર પણ સુનાવણી થઈ હતી જેમાં કોર્સોટે કવિતાની ન્યાયિક કસ્ટડીની અવધિ 23 એપ્રિલ સુધી લંબાવી હતી. હવે કવિતા 23 એપ્રિલ સુધી જેલમાં રહેશે. દિલ્હીલિકર કૌભાંડ કેસ (Delhi liquor scam)માં સોમવારે...
delhi liquor scam   કોર્ટે કવિતાની અરજી ન સાંભળી  23 એપ્રિલ સુધી જેલમાં રહેશે

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કે. કવિતાની વચગાળાની જામીન અરજી પર પણ સુનાવણી થઈ હતી જેમાં કોર્સોટે કવિતાની ન્યાયિક કસ્ટડીની અવધિ 23 એપ્રિલ સુધી લંબાવી હતી. હવે કવિતા 23 એપ્રિલ સુધી જેલમાં રહેશે. દિલ્હીલિકર કૌભાંડ કેસ (Delhi liquor scam)માં સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે, તેને વચગાળાના જામીન આપવાનો આ યોગ્ય સમય નથી.

Advertisement

કે કવિતાએ ચાર પાનાનો પત્ર જાહેર કર્યો છે. તેનો દાવો છે કે, તે કથિત એક્સાઈઝ ડ્યુટી કૌભાંડમાં સામેલ નથી. તે જણાવે છે કે, હું કૌભાંડમાં સામેલ નથી અને મને "કૌભાંડ"માંથી કોઈ લાભ મળ્યો નથી. ED અને CBI ની તપાસ મીડિયા ટ્રાયલ છે.

Advertisement

કે કવિતાએ આ વિનંતી કરી હતી...

કવિતાએ કોર્ટમાં અરજી કરી હતી જેમાં તેણે તેના 16 વર્ષના પુત્રની પરીક્ષાને ટાંકીને વચગાળાના જામીનની માંગણી કરી હતી. તેણે કોર્ટને કહ્યું કે તેના પુત્રને પરીક્ષા માટે તેની માતાના નૈતિક અને ભાવનાત્મક સમર્થનની જરૂર છે. ED એ તેની દલીલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે બહાર આવ્યા બાદ તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે.

ED એ દિલ્હી લિકર પોલિસી કેસ (Delhi liquor scam)માં ધરપકડ કરી...

જણાવી દઈએ કે ED એ દિલ્હી લિકર પોલિસી (Delhi liquor scam)માં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 15 માર્ચે હૈદરાબાદના બંજારા હિલ્સમાંથી કે કવિતાની ધરપકડ કરી હતી. તે 23 માર્ચ સુધી EDની કસ્ટડીમાં હતી. 26 માર્ચે દિલ્હી (Delhi)ની રાઉઝ એવન્યુ કોર્ટે તેને 9 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી અને ત્યારથી કવિતા તિહાર જેલમાં બંધ છે. ઇડીએ મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં નિયમોને ટાંકીને તેમની અરજીનો વિરોધ કર્યો હતો. અગાઉ, 22 માર્ચે, સુપ્રીમ કોર્ટે પણ કવિતાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો અને સુપ્રીમ કોર્ટે તેને જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : PM In Uttar Pradesh : પીલીભીતમાં PM મોદીની રેલી, કહ્યું- ‘વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે…’

આ પણ વાંચો : Cleveland : અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, છેલ્લા એક મહિનાથી હતો ગુમ…

આ પણ વાંચો : Uttarakhand : તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, 16 થી વધુ કેસોમાં હતો આરોપી…

Tags :
Advertisement

.