Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi High Court  : રાહુલ ગાંધીને તેમનું નિવેદન ફરી ભારે પડ્યું, હાઇકોર્ટે આપ્યો આ આદેશ 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi) અને અમિત શાહને 'પિકપોકેટ્સ' ગણાવતું નિવેદન કર્યું હતું પણ આ નિવેદન તેમને હવે ભારે પડી રહ્યું છે. આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને રાહુલ ગાંધી (Rahul Gandhi)...
delhi high court    રાહુલ ગાંધીને તેમનું નિવેદન ફરી ભારે પડ્યું  હાઇકોર્ટે આપ્યો આ આદેશ 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi) અને અમિત શાહને 'પિકપોકેટ્સ' ગણાવતું નિવેદન કર્યું હતું પણ આ નિવેદન તેમને હવે ભારે પડી રહ્યું છે. આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
ચૂંટણી પંચને આ મામલે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ 
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે જો કે કથિત નિવેદનો યોગ્ય નથી, ચૂંટણી પંચે આ બાબતની તપાસ કરવી જોઈએ અને આ સંદર્ભે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને નોટિસ પણ જારી કરી છે. "જવાબ દાખલ કરવાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી તે ધ્યાનમાં લેતા, અદાલત ચૂંટણી પંચને આ મામલે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ કરે છે," દિલ્હી હાઈકોર્ટની બેન્ચે આ પ્રકારનો આદેશ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ પીએમને ખિસ્સાકાતરુ કહ્યા હતા
તમને જણાવી દઈએ કે કોર્ટે કહ્યું કે 23 નવેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં ખુદ ચૂંટણી પંચે કહ્યું હતું કે તે આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. પીટીશનર ભરત નાગરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે 22 નવેમ્બરે રાહુલ ગાંધીએ વડાપ્રધાન સહિત સર્વોચ્ચ સરકારી હોદ્દા ધરાવતા વ્યક્તિઓ પર ઘૃણાસ્પદ આક્ષેપો કરતું ભાષણ આપ્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ પીએમને ખિસ્સાકાતરુ કહ્યા હતા.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 21 નવેમ્બરે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "પીએમ એટલે પનોતી મોદી. મોદી ટીવી પર આવીને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્રિકેટ મેચમાં જાય છે, એ અલગ વાત છે કે તે હરાવે છે. મોદીનું કામ તમારું ધ્યાન ભટકાવાનું છે. ત્યાં સુધીમાં પાછળથી કોઇ તમારું ખીસ્સુ કાપી લે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હારને લઈને પીએમ મોદી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હતી, આ દરમિયાન પીએમ મોદી પણ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.