Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશદ્રોહ કેસમાં શરજીલ ઈમામને Delhi High Court એ આપ્યા જામીન

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બુધવારે 2020ના કોમી રમખાણોના કેસ (2020 communal riots case) માં વિદ્યાર્થી કાર્યકર્તા શરજીલ ઈમામ (student activist Sharjeel Imam) ને જામીન આપી દીધા છે. તેણે જાન્યુઆરી 2020 થી કસ્ટડીમાં વિતાવેલ સમયના આધારે વૈધાનિક જામીન માંગ્યા હતા....
દેશદ્રોહ કેસમાં શરજીલ ઈમામને delhi high court એ આપ્યા જામીન

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બુધવારે 2020ના કોમી રમખાણોના કેસ (2020 communal riots case) માં વિદ્યાર્થી કાર્યકર્તા શરજીલ ઈમામ (student activist Sharjeel Imam) ને જામીન આપી દીધા છે. તેણે જાન્યુઆરી 2020 થી કસ્ટડીમાં વિતાવેલ સમયના આધારે વૈધાનિક જામીન માંગ્યા હતા. તે દિલ્હી રમખાણોના મોટા કાવતરાના કેસ (Delhi riots conspiracy case) માં પણ આરોપી છે. આ પહેલા દિલ્હીની કડકડ્ડૂમા કોર્ટે તેની વૈધાનિક જામીન અરજી ફગાવી દીધી હતી. જણાવી દઇએ કે, તેના પર દેશદ્રોહ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (sedition and involvement in illegal activities) માં સામેલ થવાનો આરોપ હતો. પ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે 13 ડિસેમ્બર 2019ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયા અને 16 ડિસેમ્બર 2019ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેના ભાષણ દરમિયાન આસામ અને ઉત્તર પૂર્વના બાકીના ભાગોને દેશમાંથી અલગ કરવાની ધમકી આપી હતી.

Advertisement

પહેલા જામીન આપવાની કોર્ટે કર્યો હતો ઈન્કાર

શરજીલ ઈમામે ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેણે તેને દોષિત ઠેરવવામાં આવેલી મહત્તમ સજાના અડધાથી વધુ સજા ભોગવી હોવા છતાં તેને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી શરજીલે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનની ખંડપીઠે ઈમામ અને દિલ્હી પોલીસના વકીલની સુનાવણી બાદ કહ્યું કે અપીલકર્તાને જામીન આપી શકાય છે. પ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે 13 ડિસેમ્બર 2019ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયા અને 16 ડિસેમ્બર 2019ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમના ભાષણ દરમિયાન આસામ અને ઉત્તર પૂર્વના બાકીના ભાગોને દેશમાંથી અલગ કરવાની ધમકી આપી હતી. આ મામલાને લઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે શરૂઆતમાં શરજીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો. બાદમાં તેની સામે UAPAની કલમ 13 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તે 28 જાન્યુઆરી 2020થી કસ્ટડીમાં છે.

શું છે સમગ્ર મામલો?

દિલ્હીના જામિયા વિસ્તાર અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને રાજદ્રોહ અને UAPA કેસમાં જામીન આપ્યા છે. રાજદ્રોહ ભાષણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે શરજીલ ઈમામને વૈધાનિક જામીન મંજૂર કર્યા છે. શરજીલે મહત્તમ 7 વર્ષની સજામાંથી અડધી સજા ભોગવવાના આધારે જામીન માંગ્યા હતા. આ મામલો AMU અને જામિયા વિસ્તારોમાં શરજીલ દ્વારા આપવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. શરજીલ ઈમામે તેને વૈધાનિક જામીન નકારતા નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.

Advertisement

કોણ છે શરજીલ ઈમામ?

શરજીલ ઈમામ બિહારના જહાનાબાદનો રહેવાસી છે અને તેણે IIT બોમ્બેમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે બે વર્ષ સુધી બેંગલુરુમાં એક સોફ્ટવેર કંપનીમાં ડેવલપર તરીકે કામ કર્યું અને પછી 2013 માં આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ માટે JNUમાં એડમિશન લીધું. અહીંથી તેણે એમ.ફિલ અને pHD કર્યું છે. શરજીલ પણ બે વર્ષથી વધુ સમય સુધી AISAમાં રહ્યો અને AISA ઉમેદવાર તરીકે કાઉન્સેલર પદ માટે 2015 JNUSU ચૂંટણી લડ્યો.

આ પણ વાંચો - ચૂંટણીનો સમય હોય અને મણિશંકર ઐયર બફાટ ન કરે તેવું બને ખરું? જાણો હવે શું કહ્યું

Advertisement

આ પણ વાંચો - જો મને કઇ પણ થયું તો તેના માટે BJP જવાબદાર : રાહિણી આચાર્ય

Tags :
Advertisement

.