Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : વિદેશ મંત્રાલય Justin Trudeau પર ભડક્યું, કહ્યું- પુરાવા બતાવો અને પછી...

ભારત કેનેડા વિવાદ વધુ વકર્યો વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું ભારતે આરોપો ફરીથી ફગાવી દીધા ભારત કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ આપ્યો છે. થોડા સમય પહેલા એક મીડિયા બ્રીફિંગમાં ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી...
delhi   વિદેશ મંત્રાલય justin trudeau પર ભડક્યું  કહ્યું  પુરાવા બતાવો અને પછી
  1. ભારત કેનેડા વિવાદ વધુ વકર્યો
  2. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું
  3. ભારતે આરોપો ફરીથી ફગાવી દીધા

ભારત કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ આપ્યો છે. થોડા સમય પહેલા એક મીડિયા બ્રીફિંગમાં ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મામલામાં જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપોને ફરીથી ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પાસે આ મામલે કોઈ પુરાવા નથી. તેણે હજુ સુધી ભારતને કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. તમને જણાવી દઈએ કે ટ્રુડો (Justin Trudeau)ના પાયાવિહોણા આરોપોને કારણે ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધ્યો છે.

Advertisement

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, "અમે આ ખાસ મામલે અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ કરી દીધી છે. તમે જોયું હશે કે છેલ્લા બે દિવસમાં ઘણી પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે, જેમાં અમારી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે કે સપ્ટેમ્બર 2023 થી કેનેડા સરકારે અમારી સાથે કોઈ માહિતી શેર કરી નથી. ગઈકાલે ફરી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું કે, જેમાં કેનેડાએ ગંભીર આક્ષેપો કર્યા છે, પરંતુ ટે તેના રાજદ્વારીઓ સામેના ખોટા આરોપોને નકારી કાઢે છે.

Advertisement

આ પણ વાંચો : Bahraich : બે આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર

ટ્રુડોએ કેનેડા દ્વારા લોરેન્સ વિશ્નોઈ સામેના આરોપો વિશે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે કેનેડાના પક્ષને થોડા વર્ષો પહેલા અને તાજેતરમાં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોની ધરપકડ માટે વિનંતી કરી હતી. તેઓએ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી, કોઈની ધરપકડ કરી નથી. ...તેઓ (કેનેડાની સરકાર) અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ આવા અલગતાવાદી દળો સામે પગલાં લઈ રહી નથી...તેમણે કોઈ પગલાં લીધા નથી અને તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે."

Advertisement

આ પણ વાંચો : Indian Railway : હવે 120ની જગ્યાએ 60 દિવસ પહેલા જ કરાવી શકશો એડવાન્સ બુકિંગ

Tags :
Advertisement

.