Delhi: પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની થઈ નથી.
- દિલ્હીના અલીપુર એક પ્લાસ્ટિક વેરહાઉસમાં ભીષણ આગ
- ફાયર વિભાગની 30 વધુ ગાડીઓ ઘટનાસ્થળે
- હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી
Delhi Fire:દેશની રાજધાની દિલ્હીના અલીપુર (Alipur)વિસ્તારમાં નવા વર્ષના દિવસે એટલે કે શનિવારે સાંજે એક પ્લાસ્ટિક અને કાગળના વેરહાઉસમાં ભીષણ આગ (Delhi Fire)લાગી હતી, આગ એટલી વિકરાળ હતી કે દૂર દુરથી ધૂમાડા જોવા મળી રહ્યા હતા.દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીએ જણાવ્યું કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
ફાયર વિભાગની 30 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
દિલ્હી ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, અલીપુરના ફિરની વિસ્તારમાં એક વેરહાઉસમાં લગભગ 4 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ 30 ફાયર વિભાગની ગાડીને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે અને હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો -Pawan Kalyan નું સનાતન ધર્મના રક્ષણ માટે મહત્વનું પગલું
આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ
જો કે અત્યાર સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પર કાબૂ મેળવ્યા બાદ જ ખબર પડશે કે આગ કયા કારણોસર લાગી છે. સાવચેતીના ભાગરૂપે નજીકના વેરહાઉસને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે ગાઝિયાબાદની એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
આ પણ વાંચો -ખીચડીના કારણે 10 મહિલાઓ Hospitalised! જાણો શું છે ઘટના
મુખ્યમંત્રી આતિશી ઘટના પર રાખી રહ્યા છે સતત નજર
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે આગની આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાતચીત કરી છે, દિલ્હી સરકાર દ્વારા અહીં તમામ સંભવિત સરકારી સહાય આપવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભગવાનની કૃપાથી હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. હું પોતે આ ઘટના પર સતત નજર રાખી રહી છું.