Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Express Highway: કાર સાથે ટક્કર બાદ હવામાં ઉછળ્યાં માતા-પુત્ર, બંનેના મોત

DELHI MEERUT EXPRESSWAY: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મેરઠ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે (Delhi Express Highway)પર ગંભીર અકસ્માત થયો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં માતા-પુત્ર સ્કૂટી પર જઈ રહ્યાં આ દરમિયાન રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતી એક કાર તેમની...
delhi express highway  કાર સાથે ટક્કર બાદ હવામાં ઉછળ્યાં માતા પુત્ર  બંનેના મોત
Advertisement

DELHI MEERUT EXPRESSWAY: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મેરઠ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે (Delhi Express Highway)પર ગંભીર અકસ્માત થયો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં માતા-પુત્ર સ્કૂટી પર જઈ રહ્યાં આ દરમિયાન રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતી એક કાર તેમની સ્કૂટી સાથે ઝોરથી અથડાઈ હતી. ગંભીર અકસ્માતમાં બંને માતા-પુત્રને ગંભીર ઈજાઓ થતાં બંનેનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટના અંગે પોલીસને જાણકારી મળતા આરોપીને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મહરૌલી પુલ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્કૂટીને ટક્કર મારી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મેરઠ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે (DELHI MEERUT EXPRESSWAY)પર આવતા મહરૌલી પુલ પર રોન્ગ સાઈડમાં આવતી કારે સ્કૂટી પર જઈ રહેલા માતા-પુત્રને ટક્કર મારી હતી. જેમાં જોરથી ટક્કર વાગતા માતા-પુત્ર હવામાં ઉછળીને પડતા બંનેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા પછી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Advertisement

Advertisement

પોલીસે કારચાલકને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી

ઘટનાને લઈને એસીપીએ જણાવ્યું હતું કે,'ગઈ કાલે (21 જુલાઈ) મધુ વિહાર દિલ્હીના રહેવાસી યશ ગૌમત તેની માતા સાથે મેરઠ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સ્કૂટીથી જઈ રહ્યા હતા. આ દરમિયાન મહરૌલી પુલ પર પૂર ઝડપે રોંગ સાઈડમાં આવતી કારે તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. જેમાં સ્કૂટી પર જઈ રહેલા બંને માતા-પુત્રનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ  વાંચો  -ED ના અધિકરીઓ વિરુદ્ધ પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે સમગ્ર મામલો...

આ પણ  વાંચો  -Haryana Crime : નિવૃત્ત સૈનિક બન્યો હેવાન! સગા ભાઈ સહિત 6 લોકોને કુહાડીથી કાપી નાખ્યા...

આ પણ  વાંચો  -Train Accident : ટ્રેનને 'Derail' કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ!, પાટા પર મૂકાયા હતા લોખંડના સળિયા...

Tags :
Advertisement

Trending News

.

×