Delhi Encounter : તિલક નગરમાં ફાયરિંગ કરનારા આરોપીને પોલીસે ઠાર કર્યો
રાજધાની દિલ્હી (Capital Delhi) માં ફરી એકવાર પોલીસ અને બદમાશો (Police and Miscreants) વચ્ચે એન્કાઉન્ટર (Encounter) નો મામલો સામે આવ્યો છે. દિલ્હીના તિલક નગર (Delhi's Tilak Nagar) માં અંધાધૂંધ ગોળીબાર (Firing) કરનાર શૂટરને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ શૂટર પર તિલક નગરમાં અંધાધૂંધ ફાયરિંગ (Firing) કરવાનો આરોપ છે, જેમાં ઘણા લોકો ઘાયલ (Injured) થયા હતા. આ એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
પોલીસે એક ગુનેગારને ઠાર માર્યો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને બદમાશો વચ્ચે મોડી રાત્રે ભલસ્વા ડેરી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો અને પોલીસે એક ગુનેગારને ઠાર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક ગુનેગારને ઘણી ગોળીઓ વાગી હતી, ત્યારબાદ પોલીસ ટીમ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ડોક્ટરની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. માર્યા ગયેલા ગુનેગારની ઓળખ શૂટર અજય ઉર્ફે ગોલી તરીકે થઈ છે. હરિયાણાના સોનીપતનો રહેવાસી અજય ઉર્ફે 'ગોલી' દિલ્હી પોલીસનો વોન્ટેડ હતો અને 6 મેના રોજ તેણે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો
પોલીસે જણાવ્યું કે, અથડામણમાં બદમાશ અજયને ઘણી વખત ગોળી વાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હરિયાણાના સોનીપતનો રહેવાસી અજય દિલ્હી પોલીસને વોન્ટેડ હતો અને તેણે 6 મેના રોજ તિલક નગરમાં ગોળીબાર કર્યો હતો. એન્કાઉન્ટરને લઈને સામે આવેલા વીડિયોમાં વાહનોના કાચ તૂટેલા જોવા મળે છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
હિમાંશુભાઉનો શૂટર હતો ગોલી
અજય ઉર્ફે ગોલી હિમાંશુભાઉનો શૂટર હતો જે ભારતમાંથી ભાગીને પોર્ટુગલમાં બેઠો હતો. જ્યાં એન્કાઉન્ટર થયું તે જગ્યાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક કાર અને સ્કોર્પિયો એકબીજા સાથે અથડાયેલી જોવા મળી રહી છે. ઘટનાસ્થળે અનેક પોલીસકર્મીઓ પણ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 6 મેના રોજ દિલ્હીના તિલક નગરમાં બે શૂટરોએ 15થી વધુ ગોળીઓ ચલાવી હતી. આ સમયગાળા દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. પરંતુ, આ દરમિયાન શોરૂમના કાચ તૂટવાથી ચાર લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન ગેંગસ્ટર હિમાંશુ ભાઉનું નામ સામે આવ્યું હતું.
પોર્ટુગલમાં બેઠેલો હિમાંશુભાઉ કોણ છે?
ગેંગસ્ટર હિમાંશુભાઉ હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તેની ઉંમર 21 થી 22 વર્ષની વચ્ચે છે. ઇન્ટરપોટે વર્ષ 2023માં તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. હિમાંશુભાઉ પર 2.5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેના પર નકલી પાસપોર્ટ દ્વારા વર્ષ 2022માં કથિત રીતે ભારત ભાગી જવાનો આરોપ છે. તેનું છેલ્લું લોકેશન પોર્ટુગલમાં હોવાનું જાણવા મળ્યું હતું, જેથી હિમાંશુભાઉ પોર્ટુગલમાં છુપાયો હોવાની આશંકા છે. તેનું નામ દેશના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સની યાદીમાં સામેલ છે. હિમાંશુભાઉ ડઝનબંધ શૂટરોની સિન્ડિકેટ ચલાવે છે. તેના પર હત્યા અને ખંડણી જેવા ઘણા આરોપો છે.
આ પણ વાંચો - Maharashtra માં ફરીથી હોર્ડિંગ પડ્યું, પિંપરી-ચિંચવાડમાં અનેક વાહનો અથડાયા, Video Viral
આ પણ વાંચો - NIA : આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકીની મિલકતો જપ્ત…