Delhi : ભાજપના ધારાસભ્યે મુસ્તફાબાદનું નામ બદલવાની જાહેરાત કરી
- ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે કરી મોટી જાહેરાત
- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો પર પ્રચંડ જીત મેળવી છે
- દિલ્હી ચૂંટણીમાં જીત બાદ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો ઉત્સાહ ચરમસીમાએ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ને 22 બેઠકો મળી છે. દિલ્હીમાં શાનદાર જીત બાદ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ભાજપ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મુસ્તફાબાદ વિધાનસભા ક્ષેત્રના નવા ચૂંટાયેલા ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 'અમે મુસ્તફાબાદનું નામ બદલીને શિવપુરી અથવા શિવ વિહાર કરીશું.' તેમણે કહ્યું, 'હું ચોક્કસ નામ બદલીશ કારણ કે મેં ત્યાં 1998થી 2008 સુધી વિકાસ કાર્ય કર્યું છે અને આ વિકાસ કાર્યોનો નામ સાથે કોઈ સંબંધ નથી.'
#WATCH दिल्ली: मुस्तफाबाद विधानसभा क्षेत्र से भाजपा के विजयी उम्मीदवार मोहन सिंह बिष्ट ने कहा, "...हम मुस्तफाबाद का नाम बदलकर शिवपुरी या शिव विहार रखेंगे...मैं नाम जरूर बदलूंगा क्योंकि 1998 से 2008 तक वहां विकास के कार्य मैंने ही किया है...और इन विकास कार्यों का नाम से कोई संबंध… pic.twitter.com/EypiQAbCJ6
— ANI_HindiNews (@AHindinews) February 9, 2025
મોહન સિંહ બિષ્ટ કોણ છે?
1998થી 2025 દરમિયાન દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહેલા બિષ્ટના રાજકીય કારકિર્દીમાં મુસ્તફાબાદની ચૂંટણી પડકારજનક હતી. છઠ્ઠી વખત વિધાનસભામાં પહોંચેલા બિશ્ત (85215 મતો) એ મુસ્તફાબાદ બેઠક પરથી 42.36 ટકા મત મેળવીને ત્રિકોણીય લડાઈ જીતી. મુસ્લિમ બહુમતીવાળી બેઠક પર, AAP ના આદિલ અહેમદ ખાનને 67637 મત મળ્યા અને કોંગ્રેસના અલી મેહદીને 11763 મત મળ્યા. 2020 ના રમખાણોના આરોપી તાહિર હુસૈને AIMIM ટિકિટ પર 33474 મતો લીધા હતા, જેનાથી બિષ્ટ માટે માર્ગ મોકળો થયો હતો અને તેઓ 17518 મતોથી જીત્યા હતા.
કરાવલ નગરથી ટિકિટ કપાયા પછી બિષ્ટ રડી પડ્યા હતા
બિશ્તે 1998 થી 2008 સુધી મુસ્તફાબાદનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું, જે સીમાંકન પહેલા કરાવલ નગર વિધાનસભા મતવિસ્તારમાં હતું. જ્યારે બિષ્ટની કરાવલ નગરથી ટિકિટ કપાઇ હતી ત્યારે તે કેમેરા સામે રડવા લાગ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને ફોન કરીને કહ્યું કે તમે એક મોટા નેતા છો અને ફક્ત તમે જ મુસ્તફાબાદ જીતી શકો છો, તેથી જ તમને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. બિષ્ટે પડકાર સ્વીકાર્યો અને જીત મેળવી છે.
આ પણ વાંચો: Delhi : 70 માંથી 32 ધારાસભ્યો પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા