Delhi: BJP શાસિત રાજ્યોના CMની મળી બેઠક, થઇ શકે આ ચર્ચા
Delhi : દિલ્હી(Delhi)માં નીતિ આયોગની બેઠક બાદ બીજેપી હેડક્વાર્ટર ખાતે મુખ્યમંત્રી પરિષદની બેઠક મળી છે.જેમાં પીએમ મોદી(PM Modi), ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah) અને પાર્ટી અધ્યક્ષ જે.પી નડ્ડા અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. બેઠકમાં જે.પી નડ્ડા દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેઠકમાં શું થશે ચર્ચા ?
આ બેઠકમાં પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને આ વર્ષે ચાર રાજ્યો - મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પોતાના કામનો હિસાબ આપશે. તેમને પાર્ટી દ્વારા એક ફોર્મેટ આપવામાં આવ્યું છે જેમાં તેમને તેમના કાર્યકાળની ઉપલબ્ધિઓની યાદી આપવા માટે કહેવામાં આવ્યું છે. તેઓને તે યોજનાઓની યાદી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે જે તેઓ અમલમાં મૂકી શક્યા નથી.
#WATCH | BJP meeting underway at the party headquarters under the leadership of PM Narendra Modi.
Party national president JP Nadda felicitates PM Modi pic.twitter.com/GPpPG6omml
— ANI (@ANI) July 27, 2024
બેઠકમાં કોણ કોણ હાજર ?
- યોગી આદિત્યનાથ, કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક (ઉત્તર પ્રદેશ),
- મોહન યાદવ (મધ્યપ્રદેશ)
- ભજનલાલ શર્મા (રાજસ્થાન)
- વિષ્ણુ દેવ સાય(છત્તીસગઢ)
- નાયબ સિંહ સૈની (હરિયાણા)
- ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત)
- દેવેન્દ્ર ફડણવીસ ( મહારાષ્ટ્ર)
- પુષ્કર સિંહ ધામી (ઉત્તરાખંડ)
- હિમંતા બિસ્વા સરમા (આસામ)
- પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ)
- બિરેન સિંહ (મણિપુર)
- મોહન ચરણ માઝી (ઓડિશા)
- માણિક સાહા (ત્રિપુરા)
સીએમ યોગીની બેઠકમાં હાજર ન રહ્યા ડેપ્યુટી સીએમ
આ પહેલા પ્રયાગરાજ ડિવિઝનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. ત્યારે પણ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય હાજર રહ્યા નહોતા રહ્યા. ત્યાર બાદ મુરાદાબાદમાં યોજાયેલ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ હાજરી આપી ન હતી. એ પછી સીએમ યોગીએ શુક્રવારે (26 જુલાઈ 2024) લખનૌ ડિવિઝનમાં એક બેઠક યોજી હતી, પરંતુ આ બેઠકમાં પણ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક હાજર રહ્યા નહોતા રહ્યા.
આ પણ વાંચો -Road Accident: જમ્મુના કાશ્મીરમાં ગમખ્વાર અકસ્માત,કાર ખીણમાં ખાબકતા 8ના મોત
આ પણ વાંચો -PUBG રમતા યુવકની લવ મેરેજના મુદ્દે હત્યા, ઓડિયો પણ થયો રેકર્ડ
આ પણ વાંચો -NITI Aayog Meeting છોડી મમતા નિકળી ગયા, લગાવ્યો મોટો આરોપ