Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deesa Blast : FIRમાં ગેરકાયદે ફેક્ટરીના માલિકોની પોલ ખુલી, શ્રમિકો MPના બ્લાસ્ટ બાદ રોજગાર માટે ગુજરાત આવ્યા

Deesa Blast : મંગળવારની સવારે સાડા નવેક વાગે ડીસા શહેરના છેવાડે જીઆઈડીસી (GIDC Deesa) વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ધડાકા સાથે લાગેલી આગ શ્રમિક પરિવારોના 21 લોકોને ભરખી ગઈ છે. Deesa Blast ની ઘટના બાદ એક પછી એક અનેક રાઝ ખુલી રહ્યાં...
deesa blast   firમાં ગેરકાયદે ફેક્ટરીના માલિકોની પોલ ખુલી  શ્રમિકો mpના બ્લાસ્ટ બાદ રોજગાર માટે ગુજરાત આવ્યા
Advertisement

Deesa Blast : મંગળવારની સવારે સાડા નવેક વાગે ડીસા શહેરના છેવાડે જીઆઈડીસી (GIDC Deesa) વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ધડાકા સાથે લાગેલી આગ શ્રમિક પરિવારોના 21 લોકોને ભરખી ગઈ છે. Deesa Blast ની ઘટના બાદ એક પછી એક અનેક રાઝ ખુલી રહ્યાં છે. પોલીસ કસ્ટડીમાં રહેલો દીપક મોહનાણી અને તેના પિતા ખુબચંદ શ્રમિકાના મોત માટે જવાબદાર છે. ફેબ્રુઆરી-2024માં મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ અનેક શ્રમિકો રોજગારની તલાશમાં હતા અને તેમાંના કેટલાંક ડીસા ખાતેની ફટાકડા ફેક્ટરીમાં કામ કરવા આવ્યા હતા. પોલીસ ફરિયાદમાં આરોપી દીપક (Deepak Mohnani) અને ખુબચંદે (Khubchand Mohnani) શ્રમિકોને તંત્રથી બચવા શું સૂચનાઓ આપી હતી. વાંચો આ અહેવાલમાં...

Advertisement

શું છે Deesa Blast ની પોલીસ ફરિયાદ ?

Deesa Blast ને લઈને ગ્રામ્ય મામલતદાર વિપુલકુમાર બારોટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન (Deesa Rural Police Station) ખાતે મંગળવારે રાતે ફરિયાદ નોંધાવી છે. મામલતદાર વિપુલકુમારે જણાવ્યું છે કે, ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં પૂંઠાના બોક્સમાં મરચી/સૂતળી ફટાકડાનો તૈયાર માલ અને ફટાકડાના કોથળાઓ મળી આવ્યા હતા. ફટાકડા સ્ટોરેજ કરવાની જગ્યા પર ભારે માત્રામાં વિસ્ફોટક જોવા મળ્યો હતો. ફાયર સેફ્ટી કે અન્ય સલામતીના સાધનો સ્થળ પર જોવા મળ્યા ન હતા. જેથી ગોડાઉનના માલિક દીપક મોહનાણી અને તેના પિતા ખુબચંદ તેમજ તપાસમાં નીકળે તે સૌ સામે સાપરાઘ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

શ્રમિક પરિવારો 30 માર્ચના રોજ ડીસા આવ્યા

Fireworks Factory Deesa Blast માં ઘાયલ થયેલા રાજેશ નાયકે જણાવ્યું હતું કે, અગાઉ પણ 15-17 જણા દીપક ટ્રેડર્સ ખાતે કામ કરવા ફટાકડા ગોડાઉનમાં આવ્યા હતા. હોળીના તહેવાર પહેલા સૌ શ્રમિકો મધ્યપ્રદેશ પરત ફર્યા હતા. ગત 29 માર્ચના રોજ નાના-મોટા પચ્ચીસેક લોકો મીની બસમાં MPથી નીકળ્યા હતા અને 30 માર્ચના રવિવારના રોજ સવારે સાતેક વાગ્યા ડીસા પહોંચ્યા હતા. ગોડાઉનના માલિક પિતા-પુત્રએ શ્રમિક પરિવારો માટે પ્લાસ્ટીકના મીણીયા બાંધી રહેવા માટે જગ્યા આપી હતી. આ ઉપરાંત ગેસના બાટલા, સગડી અને કરિયાણાનો સામાન પણ આપ્યો હતો.

ચેકિંગ આવે તો પણ કામ ચાલુ રાખવાની સૂચના હતી

ડીસા સિવિલ હૉસ્પિટલ (Deesa Civil Hospital) ના બિછાને સારવાર લઈ રહેલા રાજેશ નાયક (રહે. હડીયા, જિ. હરદા, મધ્યપ્રદેશ) સાથે મામલતદાર વિપુલ બારોટે (Vipul Barot Mamlatdar) વાત કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો. રાજેશ નાયકના જણાવ્યાનુસાર 31 માર્ચના રોજ કામકાજ શરૂ કરવાનું માલિકોએ કહ્યું હતું. આ સાથે તેમણે સૂચના આપી હતી કે, ગમે ત્યારે કોઈ મોટા અધિકારી ચેકીંગમાં આવી જાય તો તમારે કામ કરતી વખતે તમામ ગોડાઉનના શટર બંધ કરી નીચે પાડી અંદર કામ કરવું અને અંદર લાઈટની વ્યવસ્થા છે.

આ પણ  વાંચો -Deesa SDM : પ્રાંત અધિકારીની ગંભીર બેદરકારી ફટાકડા ફેક્ટરીમાં થયેલા નિર્દોષોના મોત માટે જવાબદાર

31 માર્ચની સવારથી ફટાકડા બનાવવાનું શરૂ કર્યું : ઈજાગ્રસ્ત

22 વર્ષીય ઈજાગ્રસ્ત રાજેશે મામલતદાર સામે દીપક મોહનાણી અને ખુબચંદની પોલ ખોલી નાંખી. 31 માર્ચની સવારથી એક જ લાઈનમાં આવેલા છ ગોડાઉન પૈકી છેલ્લાં બે ગોડાઉનમાં ફટાકડા બનાવવાનું કામ ચાલુ કર્યું હોવાનું રાજેશે નિવેદન આપ્યું છે. ગોડાઉનના શટર બંધ રાખી સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 300-400 રૂપિયા રોજ પર કામ કરતા હતા. સૂતળી ફટાકડાનું કામ ચાલતું હતું તે દરમિયાન સાડા નવેક વાગે તરસ લાગતા રાજેશ નાયક અને તેમનો નાનો ભાઈ બિટ્ટુ ગોડાઉનનું શટર ખોલીને બહાર પડેલા પાણીના કુલર પાસે ગયા હતા. દરમિયાનમાં તીવ્ર ધડાકો થતા અમે ડરી ગયા હતા. આંખો ખોલી ત્યારે આગ તેમજ ધુમાડો દેખાયો અને ગોડાઉનની દિવાલો-છત ધરાશાયી થઈ સાથી કામદારો પર પડી હતી. ગોડાઉનની અંદર સગા સંબંધીઓની ચીચીયારીઓ અને બૂમ સંભળાતી હતી, પરંતુ બચાવવા જઈ શકાય તેવી સ્થિત ન હતી.

આ પણ  વાંચો -Deesa Blast : શક્તિસિંહ ગોહિલનાં ગંભીર આરોપ, ઋષિકેશ પટેલ અને હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

MP ફેક્ટરી બ્લાસ્ટમાં બચ્યા, ગુજરાતમાં મોતને ભેટ્યા

Deesa Blast ની ચકચારી ઘટના ચોંકાવનારી માહિતી સામે આવી છે. મધ્યપ્રદેશની ફટાકડા ફેક્ટરીમાં એક વર્ષ પહેલાં થયેલા બ્લાસ્ટમાં બચી ગયેલા શ્રમિકો ફેક્ટરીઓ બંધ થઈ જવાથી રોજગારથી વંચિત થઈ ગયા હતા. થોડાક મહિના અગાઉ MP Factory Blast માં બચી ગયેલા શ્રમિકો પરિવાર સાથે રોજગાર મેળવવા બનાસકાંઠા જિલ્લાના ડીસા (Banaskantha Deesa) ખાતે આવ્યા હતા. મંગળવારે ગેરકાયેદસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટે 21 લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. અત્રે નોંધનીય છે કે, 19 મૃતકોની ઓળખ થઈ છે. જ્યારે ઠેકેદાર લક્ષ્મીબહેન (ઉ.50) અને 10 વર્ષનો સંજય લાપતા છે.

Tags :
Advertisement
×

Live Tv

.

×